આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.

25

સુખી અને સમૃદ્ધશાળી જીવન માટે દેવી-દેવતાઓના પૂજનની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે. આજે પણ વિશાળ સંખ્યામાં લોકો આ પરંપરાને નિભાવે છે, પરંતુ પૂજા કરતી સમયે થોડા ખાસ નિયમોનું પાલન પણ કરવું જોઇએ. નહિતો, પૂજનનું શુભફળ પૂર્ણ રૂપથી પ્રાપ્ત થઇ શકતું નથી. અહીં 25 એવા નિયમ જણાવવામાં આવી રહ્યા છે જે સામાન્ય પૂજામાં પણ ધ્યાન રાખવા જોઇએ. આ વાતોનું ધ્યાન રાખવાથી ખૂબ જ જલ્દી શુભફળ પ્રાપ્ત થાય છે.

આ નિયમ આ પ્રકારે છેઃ-

-સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવામાં આવે છે, આ પંચદેવની પૂજા બધા જ કાર્યોમાં અનિવાર્ય રૂપે કરવી જ જોઇએ. દરરોજ પૂજા કરતી સમયે આ પંચદેવનું ધ્યાન કરવું જોઇએ. જેનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

-શિવજી, ગણેશજી અને ભૈરવજીને તુલસી ન અર્પણ કરવી જોઇએ.

-માતા દૂર્ગાને દૂર્વા ન અર્પણ કરવી જોઇએ, દૂર્વા માત્ર ગણેશજીને જ વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે.

– સૂર્યદેવને શંખના જળથી અર્ધ્ય ન આપવું જોઇએ.

-તુલસીનું પાન સ્નાન કર્યા વિના ન તોડવું જોઇએ. શાસ્ત્રો મુજબ જો કોઇ વ્યક્તિ સ્નાન કર્યા પહેલાં જ તુલસીનું પાન તોડે છે તો પૂજનમાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી.

શાસ્ત્ર મુજબ દેવી-દેવતાઓનું પૂજન દિવસમાં પાંચવાર કરવું જોઇએ. સવારે 5થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજન અને આરતી થવી જોઇએ. ત્યાર પછી 9 થી 10 વાગ્યા સુધી બીજી વખતનું પૂજન. બપોરે ત્રીજીવાર પૂજન કરવું જોઇએ. આ પૂજન પછી ભગવાનને સૂવડાવી દેવા જોઇએ. સાંજે ચાર કે પાંચ વાગ્યે ફરી આરતી અને પૂજન. રાત્રે 8 કે 9 વાગ્યે શયન આરતી કરવી જોઇએ. જે ઘરમાં નિયમિત રૂપે પાંચવાર પૂજન કરવામાં આવે છે, ત્યાં બધા જ દેવી-દેવતાઓનો વાસ થાય છે અને આાવ ઘરોમાં ધન-ધાન્યની કોઈ જ કમી રહેતી નથી.

-પ્લાસ્ટિકની બોટલમાં અથવા અન્ય કોઇ ધાતુના વાસણમાં ગંગાજળ ન રાખવું જોઇએ. અપવિત્ર ધાતુ જેવી કે, એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલાં વાસણ. ગંગાજળને તાંબાના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે.

-સ્ત્રિઓએ અને અપવિત્ર અવસ્થામાં પુરૂષોએ શંખ ન વગાડવો જોઇએ. જો આ નિયમનું પાલન ન થાય તો દેવી લક્ષ્મી આવા ઘરમાંથી હમેશાં માટે જતી રહે છે.

-મંદિર અને દેવી-દેવતાઓની મૂર્તિની સામે ક્યારેય પીઠ દેખાડીને ન બેસવું જોઇએ.

-કેતકીના ફૂલ શિવલિંગ પર અર્પિત ન કરવા જોઇએ.

-રવિવારે, અગિયાર, બારસ, સંક્રાતિ તથા સંધ્યાકાળમાં તુલસીના પાન ન તોડવા જોઇએ.

-કોઇપણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવશ્ય અર્પણ કરવી જોઇએ. દક્ષિણા અર્પણ કરતી સમયે પોતાના દોષને છોડવાનો સંકલ્પ લેવો જોઇએ. દોષથી જલ્દીને-જલ્દી છુટકારો મેળવવાની મનોકામના અવશ્ય પૂર્ણ થશે.

-દૂર્વા રવિવારે ન તોડવી જોઇએ.

-માતા લક્ષ્મીને વિશેષ રૂપથી કમળના ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ ફૂલને પાંચ દિવસ સુધી જળનો છંટકાવ કરીને ફરી અર્પણ કરી શકાય છે.

-શાસ્ત્રો મુજબ શિવજીને પ્રિય બિલ્વ પત્ર છ મહિના સુધી વાસી માનવામાં આવતા નથી. એટલે કે, જળનો છંટકાવ કરીને ફરી શિવલિંગ પર અર્પિત કરી શકાય છે.

-તુલસીના પાનને 11 દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. તુલસીના પાનને દરરોજ જળનો છંટકાવ કરીને ફરી ભગવાનને અર્પણ કરી શકાય છે.

-મોટાભાગે ફૂલોને હાથમાં રાખીને હાથથી જ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. જે તદ્દન ખોટી પ્રક્રિયા છે. ફૂલ અર્પણ કરવા માટે ફૂલને કોઇ પવિત્ર પાત્રમાં રાખીને આ જ પાત્રમાં જ દેવી-દેવતાઓને અર્પણ કરવું જોઇએ.

-તાંબાના વાસણમાં ચંદન, ઘસેલું ચંદન અથવા ચંદનનું પાણી ન રાખવું જોઇએ.

-હમેશાં આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ક્યારેય દીપકથી દીપક ન પ્રગટાવવો જોઇએ. શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ આવું કરે છે. તે રોગી બને છે.

-બુધવાર અને રવિવારને પીપળાના વૃક્ષમાં જળ અર્પણ ન કરવું જોઇએ.

-ભગવાનની આરતી કરતી સમયે ધ્યાન રાખવી આ વાતો- ભગવાનના ચરણોની ચાર વાર આરતી કરવી, નાભિની બે વાર અને મુખની એક અથવા ત્રણવાર આરતી કરવી જોઇએ. આ પ્રકારે ભગવાનને બધા જ અંગોની ઓછામાં ઓછી સાત વાર આરતી કરવી જોઇએ.

-પૂજા હમેશાં પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ મુખ રાખીને કરવી જોઇએ. જો આ સંભવ ન હોય તો સવારે 6 થી 8 વચ્ચે પૂજા અવશ્ય કરવી જોઇએ.

-પૂજા કરતી સમયે આસન માટે ધ્યાનમાં રાખવું કે બેસવાનું આસન ઉનનું હશે તો શ્રેષ્ઠ રહેશે.

-ઘરના મંદિરમાં સવારે તથા સાંજે દીપક જરૂર પ્રગટાવવો જોઇએ. એક દીપક ઘીનો અને એક દીપક તેલનો પ્રગટાવવો જોઇએ.

-પૂજન-કર્મ અને આરતી પૂર્ણ થાય પછી તે સ્થાન પર ઉભા થઇને 3 પરિક્રમાં અવશ્ય કરવી જોઇએ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s