દરેક છોકરી હોય કે છોકરી સરખી ઊંચાઈ અને સપ્રમાણ શારીરિક બાંધો ધરાવવાનું ઈચ્છતા હોય છે. જો કે હાઈટ ન વધવી એ તો શરીરના જીન્સ-ક્રોમોસોમ્સ પર આધાર રાખે છે, કેટલાક લોકોની હાઈટ સમયથી પહેલાં જ વધતાં રોકાઈ જાય છે. જેનું મુખ્ય કારણ શરીરને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વોનું ન મળવું અને હોર્મોન્સમાં ફેરફાર થવા હોઈ શખે છે. હકીકતમાં આપણી લંબાઈ વધવામાં સૌથી મોટું યોગદાન હ્યૂમન ગ્રોથ હોર્મોન એટલે કે એચજીએચનું હોય છે. એચજીએચ પિટ્યુટરી ગ્લૈન્ડથી નિકળે છે. આ જ કારણ છે કે યોગ્ય પ્રોટીન અને ન્યૂટ્રીશિયન્સ ન મળવાને કારણે શરીરનું વિકાસ રોકાઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થાય છે તો આજે અમે તમને હાઈટ વધારવા અને કર્વી ફિગર માટે કેટલાક ખાસ અને કારગર નુસખા અને સાથે જ સરળ આસન બતાવીશું. જેથી તમે તમારી હાઈટમાં વધારો કરી શકો છો.
-અશ્વગંધા અને સૂકી નાગોરી બન્નેને આયુર્વેદમાં શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સામગ્રી- 20 ગ્રામ નાગોરી, 20 ગ્રામ અશ્વગંધા અને 20 ગ્રામ ખાંડ
બનાવવાની વિધિ- સૂકી નાગોરી અને અશ્વગંધાની જડને બારીક પીસી લેવું. આ ચૂર્ણમાં બરાબર માત્રામાં ખાંડ મિક્ષ કરવી. આ મિશ્રણ કાંચની બાટલીમાં ભરી લેવું.
આ રીતે કરો સેવન- રાતે સૂતી વખતે દરરોજ બે ચમચી ચૂર્ણ લેવું. ત્યારબાદ ઉપરથી ગાયનું દૂધ પીવું. આનાથી હાઈટ વધવાની સાથે હેલ્થ પણ સારી થાય છે. આ ચૂર્ણને સતત 40 દિવસ લેવું. ઠંડીમાં આ ચૂર્ણ વધુ ફાયદો કરે છે, આ ઉપાયથી તમારી હાઈટ ચોક્કસ વધશે.
કાળા તલ અને અશ્વગંધાનો આ યોગ નિયમિત રીતે સેવન કરવાથી પણ હાઈટ ઝડપથી વધવા લાગે છે.
સામગ્રી- અશ્વગંધા ચૂર્ણ, કાળા તલ, ખજૂર, ગાયનું ઘી
બનાવવાની વિધિ- 1 થી 2 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને 1 કે 2 ગ્રામ કાળા તલ પીસીને ચૂર્ણ બનાવી લેવું.
આ રીતે કરવું સેવન- આ ચૂર્ણને 3 થી 5 ખજૂરમાં મિક્ષ કરીને 5થી 20 ગ્રામ ગાયના ઘીમાં એક મહિના સુધી નિયમિત સેવન કરવાથી તમારી હાઈટ ચોક્કસથી વધવા લાગશે.
માત્ર અશ્વગંધાનો પાઉડર લેવાથી પણ હાઈટ વધે છે.
સામગ્રી- અશ્વગંધાની જડ. ખાંડ, દૂધ
બનાવવાની વિધિ- થોડીક માત્રામાં અશ્વગંધાની જડ લઈને તેનું ચૂર્ણ બનાવી સલેવું. આ ચૂર્ણમાં સરખા પ્રમાણમાં ખાંડ મિક્ષ કરીને રાખી દેવું.
આ રીતે સેવન કરવું- આ મિશ્રણને ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધમાં નાખીને પી જવું. આ ઉપાય રોજ રાતે સૂતા પેલસાં 45 દિવસ સુધી કરવું. શરીર સુડોળ બનશે અને કદ વધશે.
સાવધાની – ફાસ્ટ ફુડ અથવા જંક ફુડનું સેવન ન કરવું.
ખાટું ન ખાવું. વધુ પડતું મરચું ન ખાવું. આ દવાઓનું સેવન ગાયના દૂધ સાથે કરવું.
-વજન ઉઠાવવાની કસરત સતત કરતા રહેવાથી હાથ-પગની નસ મોટી અને ઘેરી દેખાય છે. રૉડ પર લટકવાની કસરત કરવાથી હાઈટ નથી વધતી. માત્ર હાથનું સ્ટ્રેચિંગ થાય છે. શરીરનો નીચલો ભાગ યથાવત રહે છે. એટલે જ શરીરના બધા અવયવોને આવરી લે તેવી કસરત કરવી જોઈએ. સ્ટ્રેચિંગમાં બાઈસેપ્સ, ટ્રાઈસેપ્સ, કોબરા સ્ટ્રેચિંગ હાથ, પગ અને પેટની કસરત કરવી જોઈએ. એવી રીતે પીઠ, જાંઘ, પગની પિંડીની પણ કરસત કરો. કેલ્શિયમવાળો આહાર લેવાથી હાઈટ વધે છે એવી માન્યતા ભૂલભરેલી છે. કારણ કે કેલ્શિયમ માત્ર હાડકાંને મજબૂત કરે છે. શારીરિક વિકાસ માટે પ્રોટીન અને વિટામિનનું કોમ્બિનેશન લેવું જોઈએ. આહારમાં દાળ, માછલી, ઈંડાં, કાળાં ચણાં, વટાણા, સફેદ ચોળી, સોયાબીનનો વિકલ્પ અપનાવવો જોઈએ.
હાઈટ વધારવા માટે બે ખાસ આસનો
જે લોકોની હાઈટ ન વધી રહી હોય તો તેમને રોજ તાડાસન અને ભુજંગાસન કરવું જોઈએ.
તાડાસનની વિધિ –
સીધા સ્થાન પર ચાદર રાખી સીધા ઉભા રહો અને પ્રયાસ કરો કે તમારા પગ એક બીજાને અડતા રહે. સાથે હાથને પોતાની બાજુમા રાખવા. પુરા શરીરને સ્થિર રાખવું અને એ ધ્યાન રાખવુ કે પુરા શરીરનો વજન બન્ને પગ બરાબર રૂપથી આવે. બન્ને હાથની આંગળીઓને મેળવીને માથા પર રાખવી.
હથીળીઓની દિશા ઉપરની તરફ હોવી જોઇએ. શ્વાસ લેતા-લેતા પોતાના હાથને ઉપરની તરફ ખેંચો, તામારા ખભા અને છાતીમા પણ ખેંચાવ આવશે. સાથે જ પગની એડીને પણ પગની આંગળીઓ પર સંતુલન રહે તેમ કરવું. આવું થોડી વાર માટે રાખવું. થોડા સમય પછી હાથને ફરીથી માથા પર લઈ જવા. આ આસનને ઓછામા ઓછા 5 થી 10 વાર કરી શકો છો. આ ક્રિયા 10 મિનિટ કરવી.
ભુજંગાસનથી વધારો હાઈટ
ભુજંગાસન વિધિ- પેટના બળે સૂઈ જવું. બન્ને પગને મિલાવી લેવા. માથું જમીન પર, આંખો ખુલ્લી અને બન્ને ખભાને કોણી તરફ વાળવા, હાથોને ખભાની નીચે રાખવા. કોણી બહારની તરફ ન હોવી જોઈએ. પંરતુ શરીરને સ્પર્શેલી હોવી જોઈએ. તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે.
એક જ વારમાં શ્વાસ ન ભરવું પરંતુ ધીરે ધીરે આસન કરતાં કરતા શ્વાસ ભરવો.
ધીરે ધીરે શ્વાસ લેવાનું શરૂ કરો અને પછી માથું ઉઠાવવું. ગરદન પાછળ તરફ વાળવી. પીઠના સ્નાયુઓને બળ લગાવતા ખભાને ઉપર ઉઠાવવા. હથેળીઓ પર થોડો દબાણ રાખી છાતી અને નાભિ સુધી ભાર ઉઠાવવું.
દરેક સ્થિતિમાં નાભિને જમીનથી 30 સેન્ટીમીટરથી ઉપર ઉઠાવવું જોઈએ. વધુ નહીં તો કમર પણ ઉપર ઉઠશે. આ સ્થિતિમાં કોણી સીધી રહેશે નહીં. ત્યારબાદ આકાશ તરફ જોવું. આ અવસ્થામાં શ્વાસ રોકવું જેથી કમરના નીચેના ભાગમાં ખેંચાણ આવશે. જેને તમે અનુભવશો. આ સ્થિતિ 3-4 સેકન્ડ સુધી કરવી અને ત્યારબાદ સામાન્ય સિથિતિમાં આવી જવું.
આ સાથે જ તમારા ડાયટ ચાર્ટમાં ફળ અને મેવાનો વધુ ઉપયોગ કરવો જેથી તમારી હાઈટ ચોક્કસ વધશે.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!