એક પૈડાંવાળી મોટરસાઇકલ, જુઓ ફ્યૂચર બાઇક્સની ડિઝાઇન્સ

auto

કાર ભલે ગમે તે પણ હોય, પરંતુ તેની સામે મોટરસાઇકલ પસંદ કરનારાઓની કમી નથી. છોકરાઓ તો ઠીક પણ છોકરીઓમાં પણ આજકાલ બાઇક્સનો શોખ જોવા મળે છે. બાઇક્સ જેટલી સ્ટાઇલિશ લાગે છે, તેટલા જ ગ્રાહકો આકર્ષિત થાય છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ બાઇક્સ જો તમારે જોવી હોય તો તેના માટે ઓટો-એક્સ્પો અથવા બાઇક શોની ઇવેન્ટ્સ બેસ્ટ છે. આજે અમે તમને દુનિયાની 10 એવી બાઇક્સ બતાવવા જઈ રહ્યા છીએ જે તમને સાઇન્સ ફિક્શન ફિલ્મોની આદ અપાવશે. જોકે, આ 10 ડિઝાઇન્સ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ આજે પણ કરી શકાય છે.

Bombardier Embrio
આ મોટરસાઇકલ એક વ્હિલ પર ચાલે છે. આ દુનિયાની સમક્ષ વર્ષ 2003માં રજૂ થઈ હતી. તેનો કોન્સેપ્ટ અલગ જ છે. જો તેનું મોડલ તૈયાર કરવામાં આવે તો 2025 પહેલા તે તૈયાર નહીં થઈ શકે. આ મોટરસાઇકલની સ્પીડ વધુ છે.

auto1

હોંડા વી4

હોંડા વી4ને વર્ષ 2008માં જર્મનીની એક મોટરસાઇકલ શોમાં રજૂ કરવામાં આવી હતી. આ સ્ટાઇલિશ બાઇકને ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન આજના મોડલ્સથી બિલ્કુલ હટકે છે. બ્રાંડ હોન્ડા માટે પણ આ બાઇક ડિઝાઇનની દૃષ્ટિએ અલગ છે.

auto2

Suzuki G-Striker

સુઝુકી જી સ્ટ્રાઇકરની ઝલક સૌથી પહેલા વર્ષ 2003માં ટોક્યો મોટરશોમાં જોવા મળી હતી. આ મોટરસાઇકલની ડિઝાઇન એવી છે કે આ અડધી બાઇક લાગે છે અને અડધુ સ્કુટર.

auto3

I.Care

આ બાઇકની ડિઝાઇન અને તેમાં ઉપોયગમાં લેવાયેલ આધુનિક ટેક્નોલોજી તેની ગતિને વધારવામાં મદદ કરે છે. આ હાઇ સ્પીડ બાઇકની શોધ ફ્રાન્સમાં થઈ હતી.

auto4

Victory Vision 800

આ ખૂબ જ પાવરફૂલ બાઇક છે. આ ટ્રેક રાઇડિંગ અને સિટી રેસિંગ માટે ઉપયુક્ત છે. આમ તો આ બાઇક હાલથી જ ખૂબજ લોકપ્રિય છે.

auto5

Peraves Monotracer

આ એક અલગ પ્રકારની મોટરસાઇકલ છે. તેનો લુક સ્પોર્ટી છે, તેમાં ફ્યૂલ ખર્ચ ઓછો આવે છે અને લાંબા અંતરની યાત્રા માટે ખૂબજ આરામદાયક છે.

auto6

Batpod

આ મોટરસાઇકલમાં વોટર કુલિંગ ટેક્નોલોજી છે. સિંગલ-સિલિન્ડરવાળા એન્જિનથી ચાલતા તેની ગતિ બહુ ઝડપી છે. તે દેખાવે હેવીવેઈટ છે, પરંતુ એક વખત ગતિ પકડી લીધા બાદ આ બાઇક્સ જેવું લાઇટ મોડલ બીજું કોઈ ન હોઈ શકે.

auto7

Dodge Tomahawk

અજીબોગરીબ લુકને કારણે આ મોટરસાઇકલનું નામ બાદમાં બદલી નાખવામાં આવ્યું હતું. બાદમાં તેને ‘Tomahawk’ના નામે ઓળખવામાં આવી. આ બાઇકની ઝલક પહેલી વખત વર્ષ 2003માં ડેટ્રોઇટ ઓટો સેલૂનમાં જોવા મળી હતી.

auto8
Confederate Renovatio

આ બાઇકને અમેરિકાના બે ડિઝાઇનર્સે બનાવી છે. આ દેખાવે ભારી ભરકમ લાગે છે પરંતુ તે ઘણી સુવિધાજનક છે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s