સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!

dream

ઊંઘ દરમિયાન આત્મા શરીરથી અલગ થઈને વિચરણ કરે છે અને એવી વખતે તે જુએ છે, સાંભળે છે, તે જ સ્વપ્ન હોય છે. અરસ્તૂએ પોતાના પુસ્તક પશુઓના ઈતિહાસમાં લખ્યું છે કે માત્ર મનુષ્ય જ નહીં પણ બકરી, ઘેંટા, ગાય, કૂતરા, ઘોડા વગેરે પશુઓ પણ સ્વપ્ન જુએ છે. આત્મા 84 લાખ યોનીઓમાં જન્મ લીધા અને ભ્રમણ કર્યા પછી મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે. સ્વપ્નના માધ્યમથી તે વિભિન્ન યોનિઓમાં પ્રાપ્ત થયેલા અનુભવોનું ફરીથી સ્મરણ કરે છે. આજે અમે તમને સપનાઓ વિશે તમામ વાતો બતાવવા માગીએ છીએ જે સપનાઓ સાથે જોડાયેલી છે. તે પહેલા સપના કેટલા પ્રકારના છે તે જાણી લો તથા કયું સપનું ક્યારે જુઓ તો તે કેટલા સમયમાં સાચું પડી શકે છે તે પણ બતાવીશું. તથા કેટલાક રોજે-રોજ જોવા મળતા સપનાઓ તથા ધનલાભનો સંકેત આપતા સપનાઓ પણ બતાવીશું.

સપનાઓના પ્રકારઃ-

દ્રષ્ટઃ- જે જાગૃત અવસ્થામાં હોય તેને સપનામાં જોયું
શ્રુતઃ- સૂતા પહેલા સાંભળવામાં આવેલી વાતોને સ્વપ્નમાં જોવી.
-અનુભૂતઃ- જે જાગેલી અવસ્થામાં અનુભવ કર્યું હોય તેને જોવું.
પ્રાર્થિતઃ- જાગૃત અવસ્થામાં કરવામાં આવેલ પ્રાર્થનાની ઈચ્છાને સ્વપ્નમાં જોવી.
દોષજન્યઃ- વાત, પિત્ત, કપ વગેરે દૂષિત થવાને સ્વપ્નમાં જોવા.
ભાવિકઃ- જે ભવિષ્યમાં ઘટિત થવાનું, તેને જેવું, ઉપર્યુક્ત માત્ર ભાવિક જ વિચારણીય હોય છે.

ક્યારે જોયેલું સ્વપ્નનું ફળ ક્યારેય પ્રાપ્ત થાયઃ- ­

પ્રકૃત્તિ પોતાની રીતે ભાવી શુભા-શુભ સંકેત આપે છે. સ્વપ્ન પણ તેનું માધ્યમ હોય છે. સ્વપ્નના ફલોની વિવેચનાના સંદર્ભમાં ભારતીય ગ્રંતોમાં તેને જોયાનો સમય, તિથિ અને અવસ્થાના આધારે તેના પરિણામનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે.
-શુક્લ પક્ષની ષષ્ઠી, સપ્તમી, અષ્ઠમી, નવમી અને દશમી તથા કૃષ્ણ પક્ષની સપ્તમી તથા ચતુર્દશી તિથિએ જોવામાં આવેલ સ્વપ્નનું અતિ શીઘ્ર ફળ પ્રદાન કરનારું હોય છે.
-પૂનમે જોવામાં આવેલ સ્વપ્નનું ફળ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે.
-શુક્લ પક્ષની દ્વિતીયા, તૃતીયા અને કૃષ્ણ પક્ષની અષ્ઠમી, નવમીએ જોવામા આવેલ સ્વપ્ન વિપરિત ફળ પ્રદાન કરે છે.
-શુક્લ પક્ષની એકમ, કૃષ્ણ પક્ષની બીજના રોજ જોયેલા સ્વપ્નનું ફળ મોડેથી પ્રાપ્ત થાય છે.
-શુક્લ પક્ષની ચતુર્થી અને પંચમીએ જોવામાં આવેલ સ્વપ્નનું ફલ બે મહિનાની અંદર પ્રાપ્ત થાય છે.
-રાતના પ્રથમ, બીજા અને ત્રીજા અને ચોથા પહોરમાં જોયેલા ફળ ક્રમશઃ એક વર્ષ, આઠ મહિના, ત્રણ મહિના અને છ મહિનામાં પ્રાપ્ત થાય છે.
-ઉષાકાળમાં જોવામાં આવેલ સ્વપ્નનું ફળ દસ દિવસમા જ પ્રાપ્ત થાય છે.
-સૂર્યોદય પહેલા જોવામાં આવેલ સ્વપ્નનું અતિશીઘ્ર પ્રાપ્ત થાય છે.

સપના યાદ ન રહે તો શું કરવું જોઈએઃ-

સૂતી વખતે તમે દરરોજ કોઈને કોઈ સપનામાં જરૂર જોતા હશો. ક્યારેય ઉંદર તો ક્યારેય બિલાડી, ક્યારેય સમુદ્ર તો ક્યારેય છોકરી, ક્યારેક સાપ તો ક્યારેક કૂતરો. તમને સપનામાં કંઈકને કંઈક તો જોવા મળતું જ હશે. તમે એસપનાને સપનાની જેમાં જ આગળ જોતા જાઓ છો. ક્યારેય તમે વિચાર્યું છે કે આ સપનાઓનું પણ તમારા જીવન ઉપર ઘણું મહ્તવ છે. જી, હા, જ્યોતિષ વિદ્યા પ્રમાણે વ્યક્તિ જે કંઈ પણ સપનામા જુએ છે, તેનો પ્રભાવ તેના જીવન પર પડે છે. ઘણીવાર તમને યાદ રહે ચે કે આજે સપનામાં શું જોયું અને ઘણીવાર ભૂલી જઈએ છીએ. જો યાદ રહેતું હોય તો તેને એકવાર અજમાવીને જરૂર જોઈ લેવું જોઈએ કે આજે સનપામાં શું જોવું હતું, ત્યારબાજ તમારા જીવનમાં શું ખાસ થયું. તમને જ્યોતિષની આ વિદ્યા ઉપર વિશ્વાસ જરૂર થઈ જશે. જો તમને સપના યાદ ન રહેતા હોય અને તમે ઈચ્છીને પણ યાદ ન રાખી શકતા હો તો માત્ર એક કામ કરવાનું છે. જેવા તમારી આંખ ખુલી જાય, બસ મનમાં બે વાતો વિચારો, “હું ક્યાં છું અને શું કરી રહ્યો છું? ” બસ પછી તમે સપના નહીં ભૂલી શકો.

અમે અહીં 20 સપનાઓની વ્યાખ્યા કરી રહ્યા છીએઃ-

જો તમને કોઈ એવી વસ્તુ, વ્યક્તિ, જાનવર, ચિત્ર, સ્થાન વગેરે જોયું જેને વિશે અહીં બતાવ્યું છે તો તેનો અર્થ શો હોઈ શકે વાંચો…
ખેતીવાડીઃ- જો તમે સપનામાં ખેતીને જુઓ છો તો તમને ઝડપથી સંતાન પ્રાપ્તિ થઈ શકે છે.
ભૂકંપઃ- સપનામાં ભૂકંપ જોવાનો અર્થ હોય છે કે તમારા સંતાનને કોઈ પ્રકારનું કષ્ટ થવું, અથવા તેઓ દુઃકી થઈ શકે.
સીડી ચઢવીઃ- જો તમે સપનામાં પોતાને સીડી ચઢતા જુઓ છો તો તમારા ઘમરાં સુખ અને સમૃદ્ધિ આવવાની સંભાવનાની પ્રબળ સંભાવનાઓ હોય છે.
સીડી ઉતરવીઃ- જો તમે સપનામાં પોતાને સીડીથી ઊતરાતા જોઈ રહ્યા હો તો સાવધાન થઈ જાઓ. ધનહાની કે વ્યાવસાયિક પતનની સંભાવના બની શકે છે.
લાઠીઃ- સપનામાં લાઠી જોવાનો મતલબ છે તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.
સુરાહીઃ- જો સપનામાં સુરાહી જોતા હો તો તેનો સીધો અર્થ છે કે તમે ગમે ત્યારેય ખરાબ સંગતમાં પડી શકો છો.

ઘરમાં વરસાદઃ- ઘરમાં વરસાદ થતા સપનાને જોવામાં આવે તો તેનાતી તમારા ઘરમાં રોજ-રોજ કલેશ વધી શકે છે અને કોઈને રોગ થવાની સંભાવનાઓ હોઈ શકે છે.
નગરમાં ભારે વરસાદઃ- આખા શહેરમાં વરસાદ થતા જુઓ તો તેનાથી તમારા ઘરમાં ખુશીઓ અને ધન આવવાની સંભાવનાઓ બની શકે છે.
લીલો-છમ બગીચોઃ-લીલો-છમ બગીચો જોવાથી ધનલાભ મળે છે.
શબઃ- શબ જોવાથી ધનનો લાભ મળે છે.
સમુદ્રઃ- સમુદ્ર જોવાથી ધનલાભ તથા યશની પ્રાપ્તિ થાય છે. નોકરીયાત લોકોને ઝડપથી પ્રમોશન થવાની સંભાવનાઓ રહે છે.
દારુ પીવોઃ- અર્થાત્ તમારા મૃત્યુનું કારણ દારુ બનશે.

પૂજા કરવીઃ- જો તમે સપનામાં પૂજા કરી રહ્યા હો તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં અચાનક જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
લાલ ફૂલઃ- લાલ રંગના ફૂલ જોવાથી તમને પુત્ર રત્ન પ્રાપ્તિની સંભાવનાઓ રહે છે અથવા પુત્રથી સુખની પ્રાપ્તિ થાય છે.
ઝંડોઃ- ઝંડો જોવાથી તમારી ધાર્મિક કાર્યોમાં રસ વધે છે.
નદીમાં તરવુઃ- જો તમે સ્વપ્નમાં પોતાને નદીમાં તરતા જુઓ તો તેન અર્થ છે કે તમારા બધા કષ્ટ ઝડપથી દૂર થઈ જશે.
અરીસો જોવોઃ- તમે સપનામાં અરીસો જોતા હો તો તેનો અર્થ છે કે કોઈની સાથે પ્રેમ થવાનો છે કે થઈ ગયો છે.

રોટલી ખાવીઃ- જો તમે સપનામાં રોટલી ખતા હો છો તો તેનો સીધો અર્થ છે કે તમારી ઝડપથી પદોન્નતિ થવાની છે.
બિલાડીઃ- સપનામાં બાળકીને જોવાનો અર્થ છે કે તમારે તમારા દુશ્મન કે ચોર સાથે સામનો થઈ શકે છે.
બિલાડી કે બંદર કરડે તોઃ- જો સપનામાં તમને બિલાડી કે વાંદરો કરડે તો તેનો અર્થ છે કે તમને ઝડપથી કોઈ રોગ લાગી શકે ચે કે સંકટની ઘડી ચાલી રહી ચે.
તલવારઃ- તલવાર જોવાનો અર્થ છે કે તમે કોઈ પરિયોજનામાં ખૂબ જ મહેનત કરી રહ્યા છો, તો તેમાં સફળતા મળશે.
પત્થરઃ- સપનામાં પત્થર જોવાથી દુશ્મનો વધે છે કે કોઈ પ્રકારની વિપત્તિ આવે છે.

હવાઈ જહાજઃ- સપનામાં હવાઈ જહાજ જોવાથી તમારા ખર્ચ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે.
સફેદ ફૂલઃ- સપનામાં સફેદ ફૂલ જોવાથી દુઃખોથી છુટકારો મળી જાય છે.
સિંહાસનઃ- સ્વપ્નમાં સિંહાસન જોવાથી ઘરમાં અનેક પ્રકારની આનંદ-ખુશીઓ આવે છે.
સળગતો દીવોઃ- સળગતો દીવો સપનામાં જોવા મળે તો તેનાથી ઉંમરમાં વધારો થાય છે.
આંધી-તોફાનઃ- આધી, તોફાન કે વાવાઝોડુ જોવા મળે તો તેનો સીધો અર્થ હોય છે કે તમારી ઉપર કોઈ મોટી મુસીબત આવવાની છે.

પાન ખાવુઃ- સપનામાં પાન ખાવું અર્થાત્ ઝડપતી તમને સુંદર સ્ત્રી મળવાનો સંકેત હોઈ શકે છે.
સૂકું ઝાડઃ- એકીસાથે અનેક દુઃખો જોવા મળે છે.
કૂવોઃ- કૂવામાં પાણી જોવાનો અર્થ હોય છે કે ખૂબ જ વધુ ધનલાભ કે કોઈ પરિયોજનામાં સફળતા મળે છે.
અંગભંગ જોવોઃ- જો સપનામાં તમારા અંગનો ટુંકડો ભાંગેલો જુઓ તો તમારા કોઈ નજીકના વ્યક્તિનું મોત થઈ શકે છે નજીકના જ ભવિયમાં.
અર્થીઃ- સપનામાં અર્થીનો સીધો તાતપર્ય હોય છે કે તમને રોગથી છુટકારો મળશે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s