VIDEO: શિકાગોમાં પ્રથમ વ્યાખ્યાનમાં ખરેખર વિવેકાનંદ શું બોલ્યા હતા..?

swamiji

 

‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ 11 સપ્ટેમ્બર,1893 રોજ શિકાગોની વિશ્વ ધર્મસભામાં પોતાના ભાષણની શરૂઆત કરી અને તુરત જ મંચ પર બેઠેલા વિશ્વના વિદ્વાનો અને આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ‘હોલ ઓફ કોલંબસ’ના વિશાળ ખંડમાં ઉપસ્થિત લગભગ ચાર હજાર શ્રોતાઓ ઉત્સાહના અતિરેકમાં આવી ગયા અને લોકોએ પોતાની જગ્યા પર ઊભા ઊભા તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. ધર્મસભા ઉન્મત્ત થઇ ગઇ. જયજયકારની તાળીઓની ગુંજ લગભગ બે મિનિટ સુધી સંભળાતી રહી.

આ પછી સ્વામી વિવેકાનંદએ વિશ્વના પ્રાચીનતમ ધર્માચાર્યો અને વૈદિક ઋષિઓ વતી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને વિશ્વને ધર્મ, સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકારનું શિક્ષણ દેવાવાળા હિન્દુધર્મને બધા જ ધર્મોની જનેતારૂપે ઓળખાવીને પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો હતો. આ વ્યાખ્યાન અત્યંત સંક્ષિપ્ત હતું પણ તેની સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચાર-મૌલિકતા અને ઉદ્દાત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને વશીભૂત કરી લીધી. વિશ્વના ઈતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું.

આપણે માત્ર ‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ’ પુરતી આ વ્યાખ્યાનને સિમિત રાખીએ છીએ, પણ ખરેખર તેને ઉમદા વક્તવ્યમાં કેવી ભાવના વ્યક્ત કરી હતી તે બહુ ઓછા લોકો જાણે છે તે માટે અહીં જાણો તેના પ્રથમ વ્યાખ્યાનના અંશ….

(શિકાગો ખાતે થયેલ ધાર્મિક સંમ્મેલમાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ ઓરિજનલ સ્પીચના અંશ)

(આગળની સ્લાઈડ્સમાં હિન્દી ભાષામાં અનુવાદિત વિડિયો સાંભળો)
અમેરિકાવાસી બહેનો તથા ભાઈઓ,

આપે જે સૌહાર્દ અને સ્નેહની સાથે મારું સ્વાગત કર્યું છે, તે પ્રત્યે આભાર પ્રગટ કરવા અહીં ઉભા થતાં સમયે મારા હૃદયમાં અવર્ણીય હર્ષ થયો. સંસારમાં સંન્યાસીઓની સૌથી પ્રાચીન પરંપરા તરફથી આપનો આભાર માનું છું. ધર્મોની માતા તરફથી ધન્યાવાદ આપું છું, અને બધા સંપ્રદાયો તથા માતાઓને કોટી કોટી હિન્દુઓ તરફથી ધન્યાવાદ આપું છું.

હું આ મંચ પરથી બોલનારા આ મહાન વક્તાઓ પ્રત્યે પણ ધન્યાવાદની લાગણી અનુભવું છું, જેને પ્રાચીન પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતા સમયે આપને એ જણાવ્યું છે કે સુદૂર દેશોમાં આ લોકો સહિષ્ણુતાના ભાવથી વિવિધ દેશોમાં પ્રચારિત કરવાના ગૌરવનો દાવો કરી શકે છે. હું એક એવા ધર્મનો અનુયાયી હોવામાં ગર્વ અનુભવું છું, જેણે સંસારને સહિષ્ણુતા તથા સાર્વભૌમ સ્વીકૃતિ, બન્નેની શિક્ષા આપી છે. અમે લોકો બધા ધર્મો પ્રત્યે કેવળ સયહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી કરતા, પરંતુ સમસ્ત ધર્મોને સાચા માનથી સ્વીકાર કરીએ છીએ.

( હિન્દી ભાષામાં અનુવાદિત વિડિયો)

મને એવા દેશના વ્યક્તિ થવાનું અભિમાન છે, જે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડિતો અને શરણાર્થીઓને આશ્રય આપે છે. મને આપને એ જણાવતા ગર્વ થાય છે કે અમે પોતાના હૈયામાં યહુદીઓના વિશુધ્ધતમ અવશિષ્ટને સ્થાન આપ્યું હતું, જેને દક્ષિણ ભારત આવીને તે વર્ષે શરણ લીધું હતું, જે વર્ષ તેના પવિત્ર મંદિર રોમન જાતિના અત્યાચારથી ધૂળમાં મેળવી દીધું હતું.

એવા ધર્મના અનુયાયી હોવાનો મને ગર્વ છે, જે મહાન જરથુષ્ટ્ર જાતિના અવશિષ્ટ અંશને શરણ આપ્યું હતું અને જેનું પાલન તે હજી સુધી કરી રહ્યું છે. ભાઈઓ, હું આપ લોકોને એક સ્તોત્રની કેટલીક પંક્તિઓ સંભળાવું, જેનું રટણ હું બાળપણથી કરી રહ્યો છું અને જેનું રટણ લાખો લોકો કરતા રહ્યા છે –

रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम् । नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।

‘જેમ વિભિન્ન નદિઓ ભિન્ન ભિન્ન સ્ત્રોતથી નિકળી સમુદ્રમાં મળે છે, તે રીતે એ પ્રભુ, ભિન્ન ભિન્ન રુચી અસાર આડા-સીધા રસ્તેથી આવનાર લોકો અંતમાં તને જ આવીને મળે છે.’
આ સભા, જે અત્યાર સુધી આયોજીત સર્વશ્રેષ્ઠ પવિત્ર સમ્મેલનોમાંની એક છે, સ્વતઃ જ ગીતાના એક અદ્ભુત ઉપદેશનું પ્રતિપાદન તથા જગત પ્રત્યે તેની ઘોષણા છે –

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ।।

‘જે કોઈ મારી તરફ આવે છે, ભલે તે ગમે તે રીતે હોય, હું તેને પ્રાપ્ત થાઉં છું. લોકો ભિન્ન માર્ગ દ્વારા પ્રયત્ન કરે છે પણ અંતમાં તો મને જ પામે છે. ’

સંપ્રદાયિક, હઠધર્મિતા અને તેની બીભત્સ ધર્માંધતા આ સુંદર પૃથ્વી પર બહુ સમય સુધી રાજ કરી ચુકી છે. તે પૃથ્વીને હિંસાથી ભરતી રહે છે, તેને વારંવાર માનવતાના રક્તને નિહાળ્યું છે, સભ્યતાઓના વિધ્વસ્ત કરે છે અને સમગ્ર વિશ્વને નિરાશાની ગર્તમાં નાખી રહી છે.

જો એ બિભત્સ દાનવી ન હોય, તો માનવ સમાજ આજની અવસ્થાથી વધારે ઉન્નત થઈ ગયો હોત. પણ હવે સમય આવી ગયો છે, અને હું આંતરિક રીતે આશા રાખું છું કે આજે સવારે આ સભાના સન્માનમાં જે ઘંટધ્વનિ થઈ છે, તે સમસ્ત ધર્માંન્ધતાના, તલવાર કે લેખની દ્વારા થનારી બધી ઉત્પીડનોનું, તથા એક લક્ષ્ય તરફ તરફ આગળ વધનાર માનવોની પારસ્પરિક કટુતાનું મૃત્યુનિનાદ સિદ્ધ થાય.


और भी पढ़िए कई मजेदार लेख…!!

ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
नेपोलियन बोनापार्ट के 59 अनमोल विचार और कथन (NAPOLEON BONAPARTE 59 QUOTES AND THOUGHTS IN HINDI)
विल्मा रुडोल्फ – बेहद गरीब परिवार और अपंगता से ओलम्पिक गोल्ड मैडल तक
फौलादी हौसलें कि कहानी – बिना हाथ पैरों के फतह कर ली 14 हजार फीट से अधिक ऊंची चोटी

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s