દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

couple1

દાંપત્ય સુખ એટલે પતિ-પત્ની પરસ્પરને અનહદ પ્રેમ કરે,એકબીજા માટે જીવે, બે શરીર અને એક પ્રાણ હોય તે, પરંતુ વર્તમાન સમયમાં પતિ-પત્નીની વચ્ચે કોઈ ને કોઈ બાબતને લઈને મતમતાંતર અથવા વિવાદ થઈ જતાં હોય છે. ક્યારેક ક્યારેક આ વિવાદ નારાજગી અને કલહ-કંકાસ સ્વરૂપે પ્રગટ થાય છે. પરિણામે પરિવારમાં પારાવાર અશાંતિ સ્થપાય છે. ઘરની સુખ-શાંતિ, સમૃદ્ધિ વગેરે સમાપ્ત થઈ જાય છે. છેવટે તો દાંપત્યજીવનનું સુખ પ્રભાવિત થાય છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો વિવિધ ઉપાયો અજમાવીને તમે દાંપત્યજીવનમાં પ્રસરેલાં દુઃખને સુખમાં ફેરવી શકો છો.

 •  સોમવારના દિવસે દક્ષિણા સાથે નવ મુખી રુદ્રાક્ષનું દાન કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને મતમતાંતર દૂર થાય છે. પારિવારિક મતભેદ હોય તો તે પણ દૂર થાય છે અને જીવન સુખમય બની રહે છે.
 •  પુરુષ અથવા સ્ત્રીને વૈવાહિક સુખમાં ન્યુનતા હોય તો બે મુખી રુદ્રાક્ષ દક્ષિણા સાથે બ્રાહ્મણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરે તથા પત્નીએ ગૌરીશંકર રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ. તેનાથી કોઈ પણ શક્તિ કે ગ્રહ તેમના દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ પેદા કરી શકશે નહીં.
 •  સવા કિલો ચોખા, પાંચ પ્રકારનું સવા કિલો મિષ્ટાન્ન અને એક દક્ષિણાવર્તી શંખ દાન કરવાથી પતિ-પત્ની વચ્ચેના ક્લેશ કે ઝઘડાઓનો અંત આવે છે.
 •  સંતાન ન થવાને કારણે પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા હોય તો કોઈ શુભ મુહૂર્તમાં અગિયાર મોતી શંખ પર અગિયાર અગિયાર રૂપિયા મૂકીને પંડિતોને કે શિવજીના મંદિરમાં દાન કરવાથી સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
 •  આર્થિક બાબતોને લઈને પતિ-પત્ની વચ્ચે અણબનાવ ઊભો થયો હોય તો પત્નીએ બુધવારના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાદિથી પરવાથી તુલસીના છોડની પૂજા કરવી અને પછી આ તુલસીના છોડનું કૂંડા સહિત શ્રીકૃષ્ણ કે વિષ્ણુ મંદિરમાં જઈને દાન કરવું.
 •  દાંપત્ય સુખમાં કોઈ અજાણ્યાં કારણોસર અભાવ પેદા થયો હોય ત્યારે તથા પતિથી પરેશાન પત્નીએ કોઈ પણ વેલના પાન પર માવામાંથી બનેલું મિષ્ટાન્ન મૂકીને ગરીબ વ્યક્તિને દાન કરી દેવું. સાથે યથાશક્તિ દક્ષિણા પણ આપવી.
 •  જાતીય જીવનને કારણે દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ હોય તો પ્રાચીન મંદિરમાં સંધ્યાકાળે જવું કે જ્યાં કામદેવની ર્મૂિત સ્થાપિત કરેલી હોય. ત્યાં જઈને એક દીપક પ્રગટાવવો અને કામદેવને પુષ્પ ચઢાવવાં. ત્યારબાદ ગરીબ વ્યક્તિને મિષ્ટાન્નનું દાન કરવું. તુલસીનાં પાંચ બીજને ખાઈ લેવાં. અઠવાડિયામાં એક વખત એમ પાંચ અઠવાડિયાં સુધી આ પ્રયોગ કરવાથી બળ અને વીર્યમાં વૃદ્ધિ થાય છે.
 •  પતિ-પત્ની વચ્ચેના કલહ અને તણાવને દૂર કરવા માટે શુક્રવારે પાંચ કોડી, એક ગોમતી ચક્ર, સો ગ્રામ માવાની બરફીને ગુલાબનાં પુષ્પો સાથે બ્રાહ્મણને દાન કરી દેવું. આનાથી કલહ અને તણાવ દૂર થઈ જશે અને પરસ્પર પ્રેમની સુવાસ પ્રસરશે.
 •  પતિ અને પત્ની પરસ્પરથી કોઈ કારણસર અસંતુષ્ટ રહેતાં હોય ત્યારે અને પારસ્પરિક સંવાદિતા સાધવા માટે તથા વિશુદ્ધ પ્રેમની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં જઈને ફળ, મિષ્ટાન્ન અને વસ્ત્ર વગેરેનું સુપાત્ર વ્યક્તિને દાન કરવું.
 •  પતિ પત્નીથી અવારનવાર નારાજ રહેતો હોય ત્યારે પત્નીએ ચૂપચાપ ત્રણ-ચાર સિક્કાઓ લઈને પતિના માથા પરથી ઉતારીને તે ભિખારીને દાન કરી દેવા. આનાથી પતિની નારાજગી સમાપ્ત થઈ જશે અને પતિનો પ્રેમ મળશે. આ પ્રયોગ ખૂબ જ ગુપ્ત રીતે કરવો.
 •  કોઈ સ્ત્રીનો પતિ તેના પર ગુસ્સો કરતો હોય ત્યારે તેણે શનિવારના દિવસે એક મોટા સફેદ કપડાંમાં એક દડબું ગોળ, ચાંદી અને તાંબાના બે સિક્કા, એક મુઠ્ઠી મીઠું, એક મુઠ્ઠી ઘઉં, એક મુઠ્ઠી આખા અડદ વગેરે બાંધીને તેના પર થોડાં રૂપિયા મૂકીને તે પતિના માથા પરથી ઉતારીને કુંવારી કન્યાને દાનમાં આપવાથી પતિનો ક્રોધ શાંત થઈ જાય છે અને તે શાંતિપૂર્વકનો વ્યવહાર કરે છે.
 •  પત્ની નારાજ રહેતી હોય, તેના તરફથી સુખ ન મળતું હોય, તેની સાથે ક્લેશ થયા કરતો હોય તેવા પતિએ પ્રાતઃ કાળે બાજરીનું દાન કરવું જોઈએ અથવા ચકલાઓને દાણા નાખવા જોઈએ.
 •  દાંપત્ય સુખમાં વધારો થાય તે માટે પત્નીએ સિંદૂર, અત્તરની શીશી, ચણાની દાળ તથા કેસર વગેરેનું સૌભાગ્યવતી સ્ત્રીને દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્ત્રીના સૌભાગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ પણ થાય છે તથા દાંપત્ય સુખમાં પણ વધારો થાય છે.
 •  કોઈ સ્ત્રીને પોતાના પતિ કે પરિવાર તરફથી અસંતોષ અનુભવાતો હોય અને છૂટાછેડા લેવા સુધીની નોબત આવી ગઈ હોય ત્યારે મહાદેવના મંદિરમાં કોઈ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા સતત અગિયાર દિવસ સુધી રુદ્રાષ્ટાધ્યાયી દ્વારા શિવલિંગ પર અભિષેક કરાવવો. શ્રાવણ માસમાં સારા મુહૂર્તમાં પણ આ પ્રયોગ કરી શકાય છે. આખા શ્રાવણ માસ દરમિયાન કરેલો આવો પ્રયોગ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેના શુભ ફળસ્વરૂપ દાંપત્ય તથા પારિવારિક જીવનમાં સ્થિરતા અને સુખ-શાંતિ આવે છે.
 •  પત્નીને પતિ તરફથી જાતીય સુખની ઉણપ વર્તાતી હોય ત્યારે આવી સ્ત્રીએ કોઈ પણ માસના સુદ પક્ષના સોમવારે પ્રાતઃ કાળે સ્નાનાદિથી પરવારીને શિવ ઉપાસના કરીને પોતાની સમસ્યાનું સમાધાન થાય તે માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ થોડી ખીર અર્પણ કરવી અને બાકીની ખીર ગરીબોને દાન કરી દેવી. પીપળાના વૃક્ષનું પૂજન કરવું અને તેના થડમાં રેશમી દોરો વીંટી દેવો. પછી બુધવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્ય સામગ્રીનું દાન કરવું તથા ગુરુવારે કેળના વૃક્ષ નીચે ચણાની દાળ, કેસર, ગોળ, લોટનાં બે ગુલ્લાં વગેરે અર્પણ કરવાથી તેમજ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને પૂજા કરવી. પછી આ સમગ્ર સામગ્રી ગાયને ખવડાવી દેવી.
 • શુક્રવારે સંધ્યાકાળે નવ વર્ષથી ઓછી વયની પાંચ કન્યાઓને મિષ્ટાન્ન સહિત ભોજન કરાવીને દાન આપી વિદાય કરવી. શનિવારે એક નારિયેળ પતિના મસ્તક પરથી ઉતારીને તે વહેતાં જળમાં વહેવરાવી દેવું પછી પીપળાના વૃક્ષની નીચે જઈને લોટનો દીપક બનાવી તેમાં સરસિયું નાખીને પ્રગટાવવો. આ પ્રયોગ કરવાથી દાંપત્ય જીવનની મધુરતા ક્યારેય ઓછી નહીં થાય.
 •  જો પતિ પોતાને પ્રેમ ન કરતો હોય અને અન્ય સ્ત્રી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હોય ત્યારે સવા મીટર કપડામાં સવા કિલો ચોખા, એક મુઠ્ઠી કાળા અડદ અને એક લોખંડનો ખીલો મૂકીને આ કપડાંની પોટલી બનાવીને તેના પર પાંચ રૂપિયા મૂકીને પતિના જેની સાથે સંબંધ છે તે સ્ત્રીનું નામ લેતાં તે પોટલીને ચોકીદારને દાનમાં આપી દેવી. આ પ્રયોગ કરવાથી પતિના પરસ્ત્રી સાથેના સંબંધોનો અંત આવી જશે અને તે તમને પ્રેમ કરવા લાગશે.
 •  પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે અવારનવાર ઝઘડો થયા કરતો હોય ત્યારે પત્નીએ શયનકક્ષમાં પતિના ઓશિકાની નીચે લાલ સિંદૂર મૂકવું. તેમજ પત્નીએ પોતાના ઓશિકાની નીચે કપૂર મૂકવું. પ્રાતઃ કાળે સ્નાન કર્યા પછી સિંદૂર અને કપૂર કોઈ મંદિરમાં જઈને મૂકી દેવું. ગરીબોને પૈસાનું દાન કરવું. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેનું વૈમનસ્ય દૂર થશે.
 •  પતિ-પત્ની વચ્ચે પરિવારની કોઈ બાબતને લઈને તકરાર થયા કરતી હોય ત્યારે નિયમિત રીતે પ્રાતઃ કાળે ઊઠીને ઘરના મુખ્ય દ્વાર પર એક લોટો જળ ચડાવવું. આટલું કર્યા પછી પૂજા-પાઠ કરવા તથા મુખ્ય દ્વાર પર હળદર અથવા ચંદનના પાણીથી સ્વસ્તિક વગેરે બનાવવા. આ પ્રયોગથી દાંપત્યજીવનમાં સુખ અને શાંતિ થાય છે. પત્નીને ચાંદીનો એક સ્વસ્તિક શિવ મંદિરમાં દાન કરવો.
 •  પતિ-પત્ની વચ્ચે અકારણ મતભેદ રહ્યા કરતો હોય ત્યારે સવારે તુલસીનું પૂજન કરવું, વાંદરાને ચણા કે કેળાં ખવડાવવાં,કોઢવાળી વ્યક્તિને ભોજન કરાવવું અને વસ્ત્રનું દાન આપવું. આ પ્રયોગ કરવાથી મનભેદ, મતભેદ, ક્લેશ દૂર થઈ જાય છે.

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s