હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!

ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.

passport3

પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ

શા માટે જરૂરી છે આધાર
સરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને આધાર કાર્ડ બનાવવું પડશે.

શા માટે થતું હતું મોડુ
ઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું હતું. અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.

passport4

સ્ટેપ-1 પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો

સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જશો. પેજ પર register nowની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે.

સ્ટેપ-2 લોગિન કરો
ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો. ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો. લોગિન થયા બાદ તમારે એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું.

passport5

સ્ટેપ-3 વિકલ્પ પસંદ કરો
જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી ભરવા. એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે.

passport6

સ્ટેપ-4 કૌટુંબિક વિગતો ભરવી
તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો. ત્યાર બાદ આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે. ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.

passport7

સ્ટેપ-5 ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવો
‘વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર ‘પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ’ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો સમય બુક કરવો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો.

સાભાર: દિવ્ય ભાસ્કર.

 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
ब्रह्मांड के कई ग्रहों पर मौजूद है एलियंस, पुराणों में छिपा है रहस्य…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s