જીવનની નાની-મોટી પ્રત્યેક સમસ્યાઓનો જવાબ આપશે, આ ચમત્કારી યંત્ર…!!!

prashnyantra

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે અર્થાત્ બધા માંગલિક કાર્યોમાં સૌથી પહેલા શ્રીગણેશની જ પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા વગર કોઈપણ શુભ કામ નથી કરવામાં આવતું. ભગવાન શ્રીગણેશને લાઈફ મેનેજમેન્ટ ગુરુ પણ કહેવામાં આવે છે કારણ કે શ્રીગણેશના સ્વરૂપમાં એવા અનેક સૂત્ર છુપાયેલા છે જે વર્તમાન જીવન માટે અતિ આવશ્યક છે.
શ્રીગણેશ અંગારકી ચતુર્થીના અવસરે અમે તમારા માટે લઈ આવ્યા છીએ શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર. તેના માધ્યમથી તમે પોતાના જીવનની પરેશાનીઓ અને સવાલોનો ઉકેલ આસાનીથી મેળવી શકો છો. આ ખૂબ જ ચમત્કારી યંત્ર છે.

યંત્ર ઉપયોગની વિધિઃ-

જેને પણ પોતાના પ્રશ્નોનો જવાબ કે પરેશાનીનો ઉકેલ જોઈતો હોય તેઓ પહેલા પાંચ વાર ऊँ नम: शिवाय: મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ऊँ गं गणपतयै नम: મંત્રનો જાપ કરો. ત્યારબાદ આંખ બંધ કરીને પોતાનો પ્રશ્ન પૂછો અને ભગવાન શ્રીગણેશનું સ્મરણ કરીને પ્રશ્નવલી ઉપર કર્સર ફેરવીને રોકી દો. જો કોષ્ટક(ખાના) ઉપર કર્સર અટકે, તે કોષ્ટકમાં લખેલ અંકનો ફળાદેશને પોતાના પ્રશ્નનો ઉત્તર સમજો અથવા પોતાની પરેશાનીનો ઉકેલ આપતો જવાબ સમજો.

1-તમે જ્યારે પણ સમય મળે રામ નામનો જાપ કરો. તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે.

2-તમે જે કામ કરવાની ઈચ્છા ધરાવો છો, તેમાં નુકસાન થવાની શક્યતા છે. બીજું કોઈ કામ કરવાનો વિકાર કરો. ગાયને ખાસ ખવડાવો.

3-તમારી ચિંતા દૂર થવાનો સમય આવી ગયો છે. કષ્ટ દૂર થશે અને સફળતા મળશે. તમે રોજ પીપળાની પૂજા કરો.

4-તમને લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં વૃદ્ધિ થાય. સુખ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ બની રહ્યા છે. તમે કુળ દેવતાની પૂજા કરો.

5- તમે શનિદેવની આરાધના કરો. વ્યાપારિક યાત્રાએ જવું પડે તો ઘબરાશો નહીં. લાભ જ લાભ થશે.

6-રોજ સવારે ભગવના શ્રીગણેશની પૂજા કરો. મહિનાના અંત સુધી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે.

7-રૂપિયાની તંગી દૂર થઈ જશે. પરિવારમાં વૃદ્ધિ થશે. સ્ત્રી તરફથી ધન પ્રાપ્ત થાય.

8-તમને ધન અને સંતાન બંનેની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી તમને લાભ થશે.

9-તમારી ગ્રહ દશા અનુકૂળ ચાલી રહી છે. જે વસ્તુ તમારાથી દૂર ચાલી ગઈ છે તે ફરીથી પ્રાપ્ત થશે.

10-શીઘ્ર જ તમને કોઈ પ્રસન્નતાના સમાચાર મળવાના છે. તમારી મનોકામનાઓ પણ પૂરી થશે. દરરોજ તમારા આરાધ્યદેવની પૂજા કરો.

11- જો આપને વેપારમાં હાનિ થઈ રહી છે તો કોઈ બીજો વેપાર કરો. પીપળાને રોજ જળ ચઢાવો સફલતા મળશે.

12- રાજ્ય તરફથી લાભ મળશે. પૂર્વ દિશા આપના માટે શુભ છે. આ દિશામાં યાત્રાનો યોગ બની શકે છે. માન-સન્માન પ્રાપ્ત થશે.

13- કેટલાક દિવસો પછી તમારો શ્રેષ્ઠ સમય આવવાનો છે. કપડાનો વ્યવસાય કરશો તો વધારે સારું રહેશે. બધું અનુકૂળ રહેશે.

14 – જે ઈચ્છા આપના મનમાં છે તે પૂરી થશે. રાજ્ય તરફથી લાભ પ્રાપ્તિનો યોગ બની રહે છે. મિત્ર કે ભાઈથી મળવાનું થશે.

15 – આપના સપનામાં પોતાને ગામમાં જતાં જુઓ તો શુભ સમાચાર મળશે. પુત્રથી લાભ મળશે. ધન પ્રાપ્તિનો યોગ પણ બની રહેશે.

16- આપ દેવીમાંની પૂજા કરો. માં જ સપનામાં આવીને તમારું માર્ગદર્શન કરશે. સફળતા મળશે.

17 – તમારો સારો સમય આવી ગયો છે. ચિંતા દૂર થશે. ધન તથા સુખ પ્રાપ્ત થશે.

18- યાત્રા પર જઈ શકે છે. યાત્રા મંગળ, સુખદ તથા લાભકારી રહેશે. કુળદેવીનું પૂજન કરો.

19 – આપની સમસ્યા દૂર થવામાં અત્યારે લગભગ અઢી વર્ષનો સમય બાકી છે. જે કાર્ય કરો માતા-પિતાને પૂછીને કરો. કુળદેવતા તથા બ્રાહણની સેવા કરો.

20- શનિવારના શનિદેવની પૂજા કરો. ખોવાયેલી વસ્તુ મળી જશે.ધન સંબંધી સમસ્યા પણ દૂર થઈ જશે.

21- તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. વિદેશ યાત્રાનો યોગ પણ બની રહેશે. તમે શ્રી ગણેશજીનું પૂજન કરો.

22- જો આપના ઘરમાં ક્લેશ રહે છે તો રોજ ભગવાનનું પૂજન કરો તથા માત-પિતાની સેવા કરો. આપને શાંતિનો અનુભવ થશે.

23- તમારી સમસ્યાઓ ઝડપથી દૂર થશે. આપ માત્ર તમારા કમમાં મન લગાઓ અને ભગવાન શંકરની પૂજા કરો.

24- આપના ગ્રહ અનુકૂળ નથી, માટે તમે રોજ નવગ્રહોની પૂજા કરો. તેનાથી તમારી સમસ્યા ઓછી થશે અને લાભ મળશે.

25- પૈસાની તંગીને કારણે આપના ઘરમાં ક્લેશ થઈ રહે છે. કેટલાક દિવસો પછી આપની આ સમસ્યા દૂર થઈ જશે. તમે માં લક્ષ્મીનું પૂજન રોજ કરો.

26- જો આપના મનમાં નકારાત્મક વિચાર આવી રહે છે તો તેનો ત્યાગ કરો અને ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવો, લાભ મળશે.

27- તમે જો કાર્ય આ સમયે કરી રહ્યા છો તે આપના માટે સારું નથી, માટે કોઈ બીજા કાર્ય વિશે વિચાર કરો. કુળદેવકાનું પૂજન કરો.

28- તમે પીપળાના વૃક્ષની પૂજા કરો તથા દીપક લગાવો. આપના ઘરમાં તણાવ નથી થતાં અને ધન લાભ પણ થશે.

29- દરરોજ ભગવાન વિષ્ણુ, શંકર તથા બ્રહ્માની પૂજા કરો. તેનાથી આપને મનગમતી સફલતા મળશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.

30- રવિવારના વ્રત તથા સૂર્યપૂજા કરવાથી લાભ મળશે. વેપાર કે નોકરીમાં થોડી સાવધાની રાખો. આપને સફલતા મળશે.

31- આપને વેપારમાં લાભ થશે. ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે અને બધું સારું રહેશે. આપ નાના બાળકોને મિઠાઈ વહેંચો.

32- આપ વ્યર્થની ચિંતા કરી રહો છો. બધું બરાબર થઈ રહે છે. આપની ચિંતા દૂર થશે. ગાયને ચારો ખવડાવો.

33- માતા-પિતાની સેવા કરો, બ્રાહ્મણને ભોજન કરાવો તથા ભગવાન શ્રી રામની પૂજા કરો. આપની દરોક અભિલાષા પૂરી થશે.

34- મનોકામનાઓ પૂરી થશે. ધન-ધાન્ય તથા પરિવારમાં વૃદ્ધિ થશે. કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

35- પરિસ્થિતિઓ આપને અનુકૂળ નથી. જે પણ કરો સમજી-વિચારીને કરો અને આપના વડિલોનો મત લઈને જ કરો. આપ ભગવાન દત્તાત્રેયનું પૂજન કરો.

36- આપ રોજ ભગવાન શ્રીગણેશને દૂર્વા ચઢાવો અને પૂજન કરો. આપની દરેક મુશ્કેલી દૂર થઈ જશે. ધૈર્ય બનાવી રાખો.

37- તમે જે કાર્ય કરી રહ્યા છો તે કરતા રહો. આગળ જઈને આપને તેમાં લાભ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો.

38- સતત ધનહાનિથી ચિંતા થઈ રહી છે તો ગભરાવો નહીં. કેટલાક દિવસમાં આપના માટે અનુકૂળ સમય આવનાર છે. મંગળવારના હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

39- તમે ભગવાન સત્યનારાયણની કથા કરાવો ત્યારે આપને કષ્ટનું નિવારણ શક્ય છે. આપને સફળતા પણ મળશે.

40- આપના માટે હનુમાનજીનું પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે. ખેતી અને વેપારમાં લાભ થશે તથા દરેક ક્ષેત્રમાં સફલતા મળશે.

41- આપને ધનની પ્રાપ્તિ થશે. કુંટુંબમાં વૃદ્ધિ થશે તથા ચિંતા દૂર થશે. કુળદેવીનું પૂજન કરો.

42- આપને ઝડપથી સફલતા મળનારી છે. માતા-પિતા તથા મિત્રોનો સહયોગ મળશે. ખર્ચ ઓછો કરો અને ગરીબોને દાન આપો.

43- રોકાયેલા કાર્યો પૂરાં થશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે. મિત્રોનો સહયોગ મળશે. સમજી-વિચારીને નિર્ણય લો. શ્રીકૃષ્ણને માખણ-મિશ્રીનો ભોગ લગાવો.

44- ધાર્મિક કાર્યોમાં મન લાગશે તથા દરરોજ પૂજા કરો. તેનાથી આપને લાભ થશે અને બગડેલા કામ સુધરી જશે.

45- ધીરજ રાખો. બેકાર ચિંતામાં સમય ન વીતવો. આપને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. ઈશ્વરનું ચિંત કરો.

46- ધાર્મિક યાત્રા પર જવું પડશે. તેમાં લાભ મળવાની શક્યતા છે. રોજ ગાયત્રી મંત્રનો જાપ કરો.

47- દરરોજ સૂર્યને અર્ધ્ય આપો અને પૂજન કરો. આપના શત્રુઓનો ભય શતાવશે નહીં. આપની મનોકામના પૂરી થશે.

48- તમે જે કાર્ય કરી રહ્યા છો તે કરતા રહો. જુના મિત્રોથી મુલાકાત થશે જે આપના માટે ફાયદાકારક રહેશે. પીપળાને રોજ જળ ચઢાવો.

49- જો આપની સમસ્યા આર્થિક છે તો આપ રોજ શ્રીસૂક્તનો પાઠ કરો અને લક્ષ્મીજીની પૂજા કરો. આપની સમસ્યા દૂર થશે.

50- આપનો હક તમને જરૂર મળશે. આપને ગભરાવો નહીં બસ મન લગાવીને આપનું કામ કરો. રોજ પૂજા જરૂર કરો.

51- તમે જે વેપાર કરવા માગતા હો તેમાં જ સફળતા મળશે. રૂપિયા માટે કોઈ ખોટા કામ ન કરો. તમે રોજ જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરો.

52-એક મહિનાની અંદર જ તમારી મુસીબતો ઓછી થઈ જશે અને સફળતા મળવા લાગશે. તમે કન્યાઓને ભોજન કરાવો.

53-જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો ચોક્કસ જાઓ. તેમાં જ તમને સફળતા મળશે. તમે શ્રીગણેશની આરાધના કરો.

54-તમે જે પણ કામ કરો કોઈને પૂછીને જ કરો નહીંતર નુકસાન થઈ શકે છે. વિપરિત પરિસ્થિતિથી ઘબરાશો નહીં. સફળતા ચોક્કસ મળશે.

55- તમે મંદિરમાં રોજ દીવો પ્રગટાવો, તેનાથી તમને લાભ મળશે અને મનોકામનાઓ પૂરી થશે.

56- પરિજનોની બીમારીને કારણે ચિંતા હોય તો રોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. થોડા જ દિવસોમાં તમારી સમસ્યાઓ દૂર થઈ જશે.

57- તમારા માટે સમય અનુકૂળ નથી. તમારા કામ ઉપર ધ્યાન આપો. પ્રમોશન માટે રોજ ગાયને રોટલો ખવડાવો.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s