આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!

passport

સરકાર ટૂંક સમયમાં જ પાસપોર્ટ તૈયાર કરાવવાની પ્રક્રિયામાં આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની યોજના પર કામ કરી રહી છે.આ પ્રક્રિયા હેઠળ અરજદારની ગુનાહિત ગતિવિધીઓની માહિતીની ખરાઇ કરવાની પ્રણાલી સ્થાપિત કરવાની પણ સરકાર કોશિશ કરી રહી છે.નવી પ્રક્રિયા હેઠળ જો કોઇ પાસપોર્ટ માટે અરજી કરે તો તેની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી હશે.

આ પગલું પીએમ નરેન્દ્ર મોદીનાં એ દિશા નિર્દેશો હેઠળ લેવામાં આવી રહ્યું છે,જેમાં તેમણે દેશવાસીઓને પારદર્શક અને સરળતાથી પાસપોર્ટ સેવા આપવાની વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર પાસે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન અંગે સતત ફરિયાદ આવતી હોય છે,તેને જોતાં પાસપોર્ટ જારી કરવામાં વિલંબ થાય છે.
જોઇએ કેવી રીતે કરાય છે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી

સ્ટેપ 1- પાસપોર્ટ સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કરાવો

સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જઇને તમારૂં રજીસ્ટ્રેશન કરાવો.આ માટે register now લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-2 લોગ ઇન કરો

રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને એક લોગ ઇન આઇડી મળશે,જેની મદદથી તમે પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર લોગ ઇન કરી શકો છો
આગળ વાંચો અન્ય સ્ટેપ્સ વિશે

સ્ટેપ 3- વિકલ્પ પસંદ કરો

લોગ ઇન કર્યા બાદ તમારે અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્સ (Apply For Fresh Passport) કે રી ઇશ્યુ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport)માંથી કોઇ લિંકને પસંદ કરવાની રહેશે.

સ્ટેપ 4- ફોર્મ ભરો

એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઘણા બધા ફોર્મ આવશે,જેમાં તમારા વિશેની માહિતી માગેલી હશે.ફોર્મમાં તમારી અંગત માહિતીને ધ્યાનથી ભરો,કેમ કે એક વાર પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થઇ જાય તો પછી ફરી અરજી કરવામાં સમય લાગે છે.

સ્ટેપ 5- પેમેન્ટ અને મુલાકાતના સમયનું નિર્ધારણ

વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન્સ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર પે એન્ડ શેડ્યુલ એપોઇન્ટ મેન્ટ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરો અને ઓફિસમાં તમારા મળવાનો એટલે કે એપોઇન્ટમેન્ટનો સમય બુક કરો.

ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સામે એક વિન્ડો ખુલશે જ્યાં તમારે પાસપોર્ટ તૈયાર કરવા માટેની ફી ચૂકવવાની રહેશે.ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ,ઇન્ટરનેટ બેંકિંગ કે એસબીઆઇ બેંકનાં ચલાન થકી કરી શકો છો.

સ્ટેપ 6- આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિન્ટ એપ્લિકેશન રિસીપ્ટ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશનને પ્રિન્ટ કરો.તેમાં તમારો એપ્લિકેશન રેફરન્સ નંબર અને એપોઇન્ટમેન્ટ નંબર હોય છે.

સ્ટેપ 7- જ્યાં પણ તમારી
એપોઇન્ટમેન્ટ બુક થઇ હોય, ત્યાંના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારા ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ સાથે પહોંચી જાઓ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
BEFORE YOU DO “SUICIDE” YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
ऐ पी जे अब्दुल कलाम के 64 अनमोल विचार (64 QUOTES OF A P J ABDUL KALAM IN HINDI)
प्लेटो के 100 अनमोल विचार और कथन (100 QUOTES AND THOUGHTS OF PLATO IN HINDI)
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s