દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!

men

અડદના બીજથી પ્રાપ્ત થતી દાળ ભારતીય કિચનનો એક મુખ્ય હિસ્સો છે, તેની ખેતી આખા ભારતમાં થાય છે. છોતરાવાળી અડદ અને કાળી અડદ અને વગર છોતરાવાળી અડદને સફેદ અડદના નામથી બજારમાં ઓળખવામાં આવે છે. અડદનું વાનસ્પતિક નામ છે વિગ્ના મુંગો છે. અડદને એક અત્યંત પૌષ્ટિક દાળના રૂપમાં ઓળખવામાં આવે છે, છોતરાવાળી દાળમાં વિટામિન, ખનિજ અને લવણ ભરપૂર માત્રામાં હોય છે અને કોલેસ્ટ્રોલ નહિવત માત્રામાં હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, લોહ તત્વ, મેગ્નેશિયન, મેઝનીઝ જેવા તત્વો પણ ભરપૂર જોવા મળે છે અને આદિવાસી વિસ્તારોમાં તેને ઔષધિના રૂપમાં હર્બલ નુસખામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો આજે જાણીએ અડદ સાથે જોડાયેલ આદિવાસી હર્બલ નુસખા વિશે.

(પ્રસ્તુત જાણકારી ડો. દિપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકાના પ્રા.લી.ના ડિરેક્ટર છે અને 15 વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.)

-આદિવાસીઓના કહેવા પ્રમાણે પુરુષોમાં શક્તિ અને યૌવન ટકાવી રાખવા માટે અડદ એક સારો ઉપાય છે, તેની માટે દાળના પાણીના સેવનની સલાહ આપવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ દાળ બાફીને દરરોજ ખાવી જોઈએ. પોટેશિયમની વધુ માત્રા હોવાને લીધે આધુનિક વિજ્ઞાન પણ તેને મર્દાના શક્તિ વધારનાર માને છે.

-દુબળા લોકો જો છોતરાવાળી દાળનું સેવન કરે તો તે તો તે વજન વધારવામાં મદદ કરે છે. બંને ટાઈમ ભોજનમાં દાળના સેવન કરવાથી લોકો મોટાભાગે વજનમાં ઝડપી વધારો થાય છે. આદિવાસી જાણકારી પ્રમાણે તેનું નિયમિત સેવન તંદુરસ્ત કરવામાં સાથે વજન વધારવામાં મદદરૂપ થાય છે.

-ડાંગ ગુજરાતના આદિવાસીઓ પ્રમાણે ટાલને દૂર કરવા માટે અડદની દાળ એક સારો ઉપાય છે. દાળને ઉકાળીને પીસી લેવામાં આવે અને તેનો લેપ રાત્રે સૂતા પહેલા કરવાથી ટાલ ધીરે-ધીરે દૂર થવા લાગે છે અને નવા વાળ આવવવાની શરૂઆત થાય છે.

-અડદની ફોતરાવગરની દાળને રાત્રે દૂધમાં ભીંજવી રાખો અને સવારે તેને ઝીણી પીસી લો. તેમાં થોડા ટીપા લીંબુનો રસ નાખો અને મધ નાખીને ચહેરા ઉપર લેપ કરવામાં આવે તો કલાક પછી ધોઈ લેવામાં આવે. એમ લગાતાર થોડા દિવસ કરવાથી ચહેરાના ખીલ અને દાગ દૂર થઈ જાય છે અને ચહેરા ઉપર નવી ચમક આવી જાય છે.

-ડાંગ ગુજરાતના આદિવાસી એવું માને છે કે અડદના લોટની લૂઈ તૈયાર કરીને દાગયુક્ત ત્વચા ઉપર લગાવવામાં આવે અને પછી નહાઈ લેવામાં આવે તો લ્યુકોડર્મા(સફેદ દાગ) જેવી સમસ્યાઓમાં પણ આરામ મળે છે.

-જેમને અપચાની ફરિયાદ હોય કે બવાસીર જેવી સમસ્યા હોય તેમને અડદની દાળનું સેવન કરવું જોઈએ, વાસ્તવમાં અડદથી મળત્યાગ આસાનીથી થઈ જાય છે.

-ફોલ્લીઓ, ફુસી, ઘાવ અને પાકેલા ઝખમ ઉપર અડદના લોટની પટ્ટી બાંધવાથી આરામ મળે છે, દિવસમાં 3-4 વાર એમ કરવાથી આરામ થઈ જાય છે.

-છોતરાવાળી અડદદાળને એક સૂતરાઉ કપડાંમાં લપેટીને તવા ઉપર ગરમ કરીને સાંધાના દર્દથી પરેશાન વ્યક્તિને સાંધાના દુખાવાવાળા ભાગને શેકવામાં આવે તો દર્દમાં ઝડપથી આરામ મળે છે. આદિવાસી કાળી દાળને તેલમાં ગરમ કરીને તે તેલને દર્દવાળા ભાગમાં માલિશ કરે છે તેનાથી દર્દવાળા ભાગની માલિશ કરવામાં આવે છે. જેનાથી દર્દ ઝડપથી મટી જાય છે. આ તેલને લકવાથી ગ્રસ્ત વ્યક્તિને લકવાગ્રસ્ત અંગ ઉપર માલિશ કરવી જોઈએ, ફાયદો થાય છે.

vajikaran

‘વાજીકરણ’સૌથી જુનો ઔષધ પ્રયોગ: પુરૂષોની નંપુસકતાને જડથી કરે છે નષ્ટ!

કામ ક્રિયાને પણ આપણાં શાસ્ત્રોએ એક વૃત્તિ તરીકે જોઈ છે. કામ અર્થાત સેક્સની શક્તિ પરમાત્માની શક્તિ છે. તેવો ઉલ્લેખ ‘ભાગવત’માં અને ‘ગર્ભોપનિષદ’માં મળે છે.

યૌનસુખ અર્થાત સંભોગ ક્રિયાના સમયે ચરમ સુખની પ્રાપ્તિ થવી તે આનંદદાયક હોય છે. તેની તુલના ઘણાં વિદ્વાનોએ સ્વર્ગના સુખ સાથે કરી છે. પરંતુ આજના આધુનિક યુગમાં યુવા પેઢી પર કામની વ્યસ્તતા, સ્પર્ધા અને માનસિક તણાવનો વિષાદ, નશાની લત, અપ્રકૃત મૈથુન, એલોપૈથિક દવાઓનું દુષ્પરિણામ, ખાવા પીવામાં અનિયમિતતા, દૂષિત વાતાવરણ, વધતી કામવાસનાને કારણે ઉંમર પહેલા યૌનશક્તિ નબળાઈથી પીડિત થઈ જાય છે. કામશક્તિની કમીથી ગ્રસ્ત યુવક-યુવતીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે. આ બધી બાબતો એવી છે કે તે હવે આપણાં જીવન સાથે વણાઈ ગઈ છે, પરંતુ આપણી કેટલીક પ્રાચીન ઔષધીઓ દ્વારા આપણે આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવી શકીએ છીએ.

વાજીકરણ છે શું?-

વીર્યશક્તિ સતેજ બને અને તેના પર વ્યક્તિનું પૂરું નિયંત્રણ હોય તેવા પ્રયત્નો પ્રાચીનકાળથી થતા આવ્યા છે. આ માટે નવી-નવી પદ્ધતિ અને ઔષધિની શોધ થતી આવી છે. સંભોગ શક્તિને વધારવા માટે વીર્યને શુદ્ધ તથા ઘાટું બનાવવા અને શુક્રાણુઓ વૃદ્ધિ તથા સ્તંભન શક્તિ વધારવા માટે આયુર્વેદના વિદ્વાનોએ વાજીકરણ નામના અલગ વિભાગની રચના કરી છે. તેના હિસાબે સેક્સ સમસ્યાને ઉકેલવા માટે વાજીકરણ ઔષધિનું સેવન કરવું વધારે જરૂરી છે. વાજીકરણને વૃષ્ય પણ કહે છે. આ માટે મનુષ્યના શરીરમાં જે ખાદ્ય પદાર્થો, યૌગિક ક્રિયાઓ કે ઔષધિઓ દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે, તેને વાજીકરણના નામથી ઓળખવામાં આવે છે.

શા માટે હોય છે વાજીકરણની જરૂરીયાત –

ઘણીવાર ઘણાં દુબળા પાતળા લોકોમાં વધારે કામશક્તિ હોય છે, તો વળી ઘણાં સ્ત્રી-પુરુષો સ્વભાવથી-મનથી પણ નબળા હોય છે, જે વારંવાર શારીરિક રીતે તો થાકે જ છે પણ માનસિક નબળાઈ પણ હોય છે. આથી, વાજીકરણ ઔષધિઓનું સેવન કરવું જરુરી હોય છે.

નબળા શરીરવાળા, નબળા હાડકા વાળા જો કોઈ સેક્સ માણે તો તે ખરેખર તો પોતાના શરીરનો નાશય કરી રહ્યા હોય છે. રસાયણ ઔષધિઓના સેવનથી યૌવન પ્રાપ્ત થાય છે, તે ઔષધીઓના સેવનથી યૌનસુખ મળે છે. જે વ્યક્તિનું મન તેના વશમાં રહે છે, તે હંમેશા વાજીકરણ ઔષધિનું સેવન કરી શકે છે.

વાજીકરણમાં વપરાતી ઔષધિઓ……

દૂધ – આયુર્વેદ અનુસાર દૂધને સૌથી વધારે ઉપયોગી વાજીકરણ ઔષધિનું નામ આપવામાં આવ્યું છે. દૂધય વીર્યની વૃદ્ધિ કરનાર કામશક્તિને વધારનાર અને શરીરની ગુમવેલી તાકાત પણ પાછી પ્રાપ્ત થાય છે.

અડદ – અડદના લાડવા, અડદની દાળ, દૂધમાં બનાવેલી અડદની ખીરનું સેવન કરવાથી વીર્યમાં વધારો થાય છે અને સંભોગ શક્તિ વધે છે.

તમાલખાના – વીર્ય પાતળું હોય, શીઘ્રપતન રોગ, સ્વપ્નદોષ, શુક્રાણુઓ ઓછા થવાની સમસ્યામાં રોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ તમાલખાનના બીજ દૂધની સાથે લેવાથી લાભ થાય છે. તેનાથી વીર્ય ઘાટું બને છે.

ગોખરું – ગોખરુંનું ફળ કાંટાદાર હોય છે અને ઔષધિના રૂપમાં કામ આવે છે. વરસાદની ઋતુમાં આ દરેક જગ્યા પર મેળવવામાં આવે છે. નપુંસકતા રોગમાં ગોખરુંના લગભગ 10 ગ્રામ બીજના ચૂર્ણમાં એટલા કાળા તલ મેળવી 250 ગ્રામ દૂધમાં નાખી આગ પર પકાવી લો. પકાવ્યા પછી તેની ખીરમાં 25 ગ્રામ મિશ્રીનું ચૂર્ણ મેળવી સેવન કરવું જોઈએ. તેનું સેવન નિયમિત કરવાથી નપુસંકતા દૂર થાય છે.

આ ઉપરાંત ગોખરુંના ચૂર્ણ, આંબળાનું ચૂર્ણ, લીબડો અને ગિલોયને બરાબર માત્રામાં મેળવીને ચૂર્ણ બનાવી લો. આ બનેલ ચૂર્ણને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે. આ ચૂર્ણને રોજ 3 વાર 1-1 ચમચીની માત્રામાં દૂધ કે તાજા પાણીની સાથે લેવાથી નપુંસકતા, ડાયાબિટીસ, પ્રદર, મૂત્રકૃચ્છ જેવા રોગોમાં લાભ થાય છે.

મૂસળી – મૂસળી પૂરા ભારતમાં મેળવવામાં આવે છે. આ સફેદ અને કાળી બે પ્રકારની હોય છે. કાળી મૂસળીથી વધારે ગુણકારી સફેદ મૂસળી હોય છે. તે વીર્યને ઘાટું બનાવે છે.

મૂસળીનું ચૂર્ણ લગભગ 3-3 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે દૂધની સાથે લેવાથી વીર્યમાં વધારો થાય છે અને શરીરમાં કામ-ઉત્તેજનાની વૃદ્ધિ થાય છે.

કૌંચ – કૌંચને કપિકચ્છૂ અને કૈવાંચ વગેરે નામથી પણ ઓળખાય છે. સંભોગ કરવાની શક્તિને વધારે છે. તેને અશ્વગંધા, શતાવરી અને સફેદ મૂસળી, તથા સાકરની સાથે બરાબર માત્રામાં મેળવી અને દૂધ સાથે લેવાથી લિંગની નબળાઈ દુર થઈને સ્નાયુ સશક્ત બને છે. નપુસંકતા દૂર થાય છે.

વિદારીકંદ – વિદારીકંદની સિંગ આખા ભારતમાં હિમાલયની તળેટીમે, બંગાળ, પંજાબ, અસમ વગેરે સ્થાનો પર મળે છે. વિદારકંદરીના ચૂર્ણને 5-5 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ઘી અને મધની સાથે મેળવીને ચાટવું, ઉપરથી ગરમ દૂધ પીવાથી પુરુષની કામશક્તિ તેજ થઈ જાય છે.

શતાવરી – શતાવરીના લેટિન ભાષામાં અસપારગસ-રેસેમેસસ કહેવામાં આવે છે. તેના છોડ ઉત્તર ભારતમાં મેળવવામાં આવે છે. તેના મૂળને ઔષધિના રૂપમાં રપ્રયોગ કરવામાં આવે છે. શરીરમાં બળ અને વીર્યનો વધાચરો કરવા માટે શતાવરીની જડનું ચૂર્ણ લગભગ 5-5 ગ્રામની માત્રામાં સવાર અને સાંજે ગરમ દૂધની સાથે લેવાથી લાભકારી રહે છે. તેને દૂધમાં ચાની જેમ પીને પણ સેવન કરાવી શકાય છે. આ ઔષધિ સ્ત્રીઓના સ્તનને વધારવામાં લાભકારી રહે છે. શતાવરીના તાજા રસને 10 ગ્રામની માત્રામાં લેવાથી વીર્યમાં વૃદ્ધિ થાય છે.

અશ્વગંધા – અશ્વગંધાના મૂળને 3-3 ગ્રામ ચર્ણને દૂધની સાથે સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે. જ્યારે શરીરમાં વીર્યની કમી થવા લાગે, તેના કારણે યાદશક્તિ ઓછી થવા લાગે છે, કોઈ કામમાં મન નહીં લાગે, શરીરમાં દરેક સમયે થાક જળવાઈ રહે છે, આ કારણે લક્ષણોમાં અશ્વગંધાનું ચૂર્ણ ગાયના ઘીમાં મેળવી ચાટવાથી અને તેના પર ગાયનું દૂધ પીવાથી લાભકારી રહે છે.

વાજીકરણ ઔષધિના સેવન માટેની સાવધાની અને પરેજી –

– જે રીતે આયુર્વેદમાં કોઈ પણ ઔષધિનું સેવન કરતા સમયે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ વાત પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તે રીતે વાજીકરણ ઔષધિનના પ્રયોગ વખતે પણ વ્યક્તિએ થોડી સાવધાની અને પરેજીઓ પાળવી પડે છે.

– તેના સેવન સમયે વ્યક્તિને ઝડપથી પચાવનાર અને પૌષ્ટિક ભોજન કરવું જોઈએ. કારણ કે આ ઔષધિના સેવન દરમ્યાન કબજીયાતનો રોગ બિલકુલ થવી જોઈએ નહીં. ભોજનમાં લીલી શાકભાજી, ઋતુગત ફળ, ખિચડી, ભાખરી, દૂધ, સલાડ, દાળીયા વગેરેનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ.

– વ્યક્તિએ ખાટા ફળ, તમાકૂ, ગુટખા, પાન, શરાબ વગેરેના સેવનથી વિશેષ રીતે દૂર રહેવું જોઈએ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s