આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!

laxmi12(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે જ કરવામાં આવ્યો છે)

-આ ઉપાયો અષ્ઠમી, નવમી, શરદપુનમ, ધનતેરસ, દિવાળી અને લાભ પાંચમે પણ કરીને ધારેલું ધન પ્રાપ્ત કરી શકાય

સાંસારિક દ્રષ્ટિએ ધન એવું સાધન છે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક રીતે ઈજ્જત, પ્રતિષ્ઠ અને હોદ્દાના હકદાર બનાવે છે. આ પહેલુને ઉજાગર કરતી વાતો શાસ્ત્રોમાં પણ લખવામાં આવી છે- “धनेन बलवांल्लोके धनाद्भवति पण्डित:”
સરળ શબ્દોમાં અર્થ છે કે ધનથી માણસ સામર્થવાન બને છે. આ વાતનો બીજા પહેલુ ઉપર નજર કરીએ તો ધનથી અવગુણ, દોષ કે બદસૂરતી પણ ઢંકાઈ જાય છે. અર્થાત્ ધનવાન વ્યક્તિની ગણતરી ગુણી, વિદ્વાન અને યોગ્ય લોકોમાં થવા લાગે છે.

ધનની આ મહત્તાને લીધે જ દરિદ્રતાથી બચવા અને ધનિક બનવાની ઈચ્છા સ્વાભાવિક રીતે જ દરેક લોકોમાં જોવા મળે છે જેથી ધનની દ્રષ્ટિએ બધી સુખ-સુવિધાઓને ભોગવવી શક્ય બનાવી શકાય.

જો તમે પણ ઠાઠથી જીવન વિતાવવાનું સપનું પૂરું કરવા માગતા હોવ તો ખાસ કરીને શક્તિપૂજાના છેલ્લા ચરણ અર્થાત્ મહાષ્ટમી અને મહાનવમીઉપર મહાલક્ષ્મીની ઉપાસના ખૂબ જ શુભ માનવામાં આવી છે. આ ઉપાયો તમે શરદ પુનમ, દિવાળી, હોળી ઉપર પણ કરી શકો છો.

માતા લક્ષ્મી સુખ-સમૃદ્ધિ, ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી છે. પરંતુ ઘણા લોકોને ધાર્મિક કર્મ અને ઉપાસનાની વધુ જાણકારી નથી હોતી, કે પછી કાર્યની વ્યસ્તતાને લીધે દેવી ઉપાસના માટે સમય નથી ફાળવી શકતા. એવા લોકો માટે મહાઅષ્ટમી, મહાનવી ઉપર માતા લક્ષ્મીની ઉપાસના માટે સરળ ઉપાય પણ ખૂબ જ સુખ-ઐશ્વર્ય આપનાર બતાવ્યા છે.

-મહાષ્ટમી અને મહાનવમીની અચૂક તિથિઓ ઉપર દેવી લક્ષ્મીની પંચોપચાર પૂજા ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધથી કરો અને લક્ષ્મીજીની આરતી કરી છેલ્લે ખાસ કરીને શંખ અને ડમરુ વગાડો. એવું માનવામાં આવે છે કે એમ કરવાથી ઘરની દરિદ્રતા, કલેશ અને દોષ તરત જ દૂર થઈ જાય છે.

-દેવી લક્ષ્મીને કમળના ફૂલ ચઢાવી પૂજા કરો અને કોઈપણ લક્ષ્મીમંત્રનો 108વાર કમલગટ્ટાની માળાથી સ્મરણ કરો.

-મહાષ્ટમી અને મહાનવી ઉપર ભગવાન વિષ્ણુના મંદિરમાં પતિ-પત્ની બંનેની સાથે જાઓ અને પીળા વસ્ત્ર ચઢાવો તો ઘર-પરિવારમાં લક્ષ્મીકૃપાની સાથે જ ધનસંપત્તિ પણ વધશે.

-મહાષ્ટમી અને મહાનવમી તિથિઓની સાથે ગાયના ગોબરથી બનેલ દીવો મીઠુ તેલ અને થોડો ગોળ લગાવીને પ્રજ્વલિત કરો. તેનાથી ઘરના પ્રવેશ દ્વારની નજીક રાખવાથી ઘરમાં લક્ષ્મી આવે છે.

-તુલસી વિષ્ણુપ્રિયા કહેવામાં આલી છે અને દેવી લક્ષ્મી પણ વિષ્ણુ પત્ની છે. આ પ્રકારે લક્ષ્મી સ્વરૂપા તુલસીના પાનની માળા બનાવી મહાલક્ષ્મીના ચરણોમાં ચઢાવવાથી ઘર-પરિવારમાં ધનવૃદ્ધિ થાય છે.

-મહાષ્ટમી અને મહાનવમી ઉપર દેવી લક્ષ્મીને ચઢાવેલ શ્યામા તુલસીના પાન તિજોરીમાં રાખવાથી ધનની તંગી ક્યારેય થતી નથી.

-આ શુભ તિથિઓ ઉપર બપોરે વિષ્ણુ સ્વરૂપ અશ્વત્થ અર્થાત્ પીપળાના ઝાડની પરછાઈમાં ઊભા રહીને તેની જડમાં દૂધ, ઘી, ખાંડ મેળવેલ ગંગાજળ ચઢાવો. સાંજે આ સ્થાન ઉપર દીવો પ્રગટાવી પીપળાના ઝાડની પરિક્રમા કરો તો લક્ષ્મીકૃપાથી અપાર ધનલાભ થાય છે.

laxmi13

-દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હોવાથી દેવી લક્ષ્મી સમુદ્રની પુત્રી અને સમુદ્રથી જ નિકળેલ દક્ષિણાવર્તી, મોતી શંખ અને ગોમતી ચંદ્ર દેવીલક્ષીના ભાઈ માનવામાં આવે છે. એટલા માટે મહાષ્ટમી અને મહાનવી ઉપર દેવી પૂજામાં આ શુભ ફળદાયી શંખ અને ગોમતીચક્રની પૂજાથી ખુશહાલ અને સમૃદ્ધ કરી દે છે.

-કમળ ઉપર વિરાજિત હોવાથી માતા લક્ષ્મીને કમલા પણ કહેવામાં આવે છે. આ દસ મહાવિદ્યાઓમાં પણ એક છે. આ રીતે ગોમય અર્થાત્ ગોબર, આમળા અને શંખમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એટલા માટે આ તિથિઓ ઉપર તેમાંતી કોઈપણ પૂજા કે કામોમાં ઉપયોગ સુખ-શાંતિ આપનારો હોય છે.

-પૌરાણિક માન્યતા છે કે સમુદ્રમંથન દરમિયાન પ્રગટ દેવી લક્ષ્મીને મેળવવા માટે જ્યારે દેવ-દાનવોમાં સ્પર્ધા લાગી, તો આ સંઘર્ષ દરમિયાન દેવી લક્ષ્મીને બિલીવૃક્ષમાં વિરામ કર્યો, એટલા માટે નવરાત્રિ દરમિયાન મહાષ્ટમી અને મહાનવમીના દિવસે બીલીપત્રના ઝાડની પૂજા અને જળ ચઢાવવાનું પણ લક્ષ્મીની અપાર કૃપા વરસાવનાર ઉપાય માનવામાં આવે છે.

-દુર્ગાષ્ટમી અને દુર્ગાનવમી ઉપર મહાલક્ષ્મી મંદિરમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ-વિધાનથી અભિમંત્રિત શ્રીયંત્ર ઘરમાં લાવીને દેવાલયમાં સ્થાપિત કરી લક્ષ્મીપૂજા અને સ્મરણ કરો તો ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે.

-મહાલક્ષ્મી ધન અને સમૃદ્ધિ આપનાર તો શ્રીગણેશ ઋષિ-સિદ્ધિના સ્વામી છે, એટલા માટે મહાષ્ટમી અને મહાનવમીના દિવસે કોઈ દેવાલયમાં સ્થાપિત સિંદૂર ચઢાવેલ શ્વેતાર્ક અર્થાત્ આંકડાના ગણેશને 21 દૂર્વા અને યથાશક્તિ લાડુઓનો ભોગ લગાવો. આ ઉપાયથી માત્ર વિઘ્નાનાશ થશે, સાથે જ અખૂત ધન-દોલતના સ્વામી પણ બનશો.

-તમે નોકરીયાત હોવ કે ધંધાદારી તો કામે જતા પહેલા મનોમન કે ઘરના દેવાલયમાં માતા લક્ષ્મીની સામે આ મંત્ર – “श्रीं महालक्ष्मी मम गृह धनं पूरय पूरय चिन्तायै दूरय दूरय स्वाहा” બોલીને બહાર નિકળો. તેનાથી લક્ષ્મીકૃપા પદ, પૈસા અને પ્રતિષ્ઠા વધશે.

-દેવાલય કે પછી ઘરની આસપાસ જ કોઈ આસોપાલવના ઝાડમાં જળ અર્પિત કરી પૂજા કરવાથી દુઃખ દૂર થશે અને સમૃદ્ધિ વધશે.

-બંને તિથિઓની રાત્રે દેવીપૂજામાં શેરડીના જડની પૂજા કરો તો દરિદ્રતા ખતમ થઈ જશે.

-દુર્ગાષ્ટમી અને દુર્ગાનવમી ઉપર દેવાલયમાં લાલ આસન ઉપર બેસેલ લક્ષ્મીને લાલ ફૂલ અને લાલ દાડમ ચઢાવી લાલ ચંદનની માળાથી -“ऊं पद्मावती पद्मनेत्रे लक्ष्मीदायिनी सर्वकार्य सिद्धि करि करि ऊं श्रीं पद्मावल्ये नमः” આ મંત્રનો જાપ કમ સે કમ 108 વાર કરો. ઘર ધન, રોગ, શોક અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે.

-હિન્દુ ધર્મ માન્યતાઓમાં ગાય પણ લક્ષ્મી સ્વરૂપા છે. મહાષ્ટમી અને મહાનવમી ઉપર ગાયની પૂજા કરો, ઘાસ સિવાય ગોગ્રાસ આપવાનું ન ભૂલશો. ઘરના ખૂણે-ખૂણે શક્ય હોય તો ગોમૂત્ર અને ગંગાજળ છાટો. કલેશ અને દરિદ્રતા દૂર થશે.

-લક્ષ્મીપતિ ભગાવન વિષ્ણુને લગાવેલ કેસર ચંદન-“ऊं नमो भगवते वासुदेवाय” આ મંત્રના સ્મરણની સાથે મસ્તક ઉપર લગાવો. ભગવાન વિષ્ણુ જગતપાલક અને મહાલક્ષ્મીના સ્વામી હોવાથી દુર્ગાષ્ટમી અને મહાનવમી ઉપર આ ઉપાય આવક અને ધનલાભ સિવાય મનચાહી નોકરી, પદ અને પ્રગતિની ઈચ્છાને પૂરી કરશે.

-કન્યા પૂજા કરો અને સુહાગન સ્ત્રીઓને સુહાગની સામગ્રીનુ દાન પણ જરૂર કરો. કારણ કે શાસ્ત્રો કહે છેકે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.

-દાનથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ખાસ કરીને ચોકા અને ઘઉંનું દાન જરૂરિયાતવાળા લોકોને કરો.

-મહાલક્ષ્મીને આ મંત્રની સાથે ગાયના દૂધ અને ચોખાથી બનેલ ખીરનો ભોગ લગાવો અને આ મંત્ર બોલો-

ॐ महालक्ष्मी च विद्महे,
विष्णुपत्नी च धीमहि।
तन्नो लक्ष्मी प्रचोदयात्‌॥

-જો તમે વધુ પૂજા-પાઠ કે મંત્ર ન જાણતા હોવ તો કમ સે કમ આ તિથિઓ ઉપર-“ऊं महालक्ष्म्यै नमः” આ મંત્ર કમળગટ્ટાની માળાથી 5,11 કે 21 વાર કે યથાશક્તિ સ્મરણ કરો.

-દુર્ગાષ્ટમી અને નવમી ઉપર આ બધા ઉપાયોના શુભ ફળ મેળવવા માટે સૌથી પહેલા જરૂરી છે મન, વચન અને કર્મમાં પવિત્રતા અને સંયને ઊતારો. કારણ કે શાસ્ત્રો કહે છે કે દેવી લક્ષ્મી પવિત્રતા, ધર્મ અને સત્યનું પાલન કરનાર ઉપર અપાર કૃપા વરસાવે છે. એટલા માટે મહાનવમી ઉપર ખાન-પાન, વિચારની પવિત્રતા અને ઈન્દ્રિય સંયમની સાથે દેવી લક્ષ્મીપૂજાના આ ઉપાય ધનકુબેર બનાવનારા સિદ્ધ થશે.


आगे और भी पढ़िए ऐसे कई रोचक लेख…!!

150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s