ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!

ghar1

આજે વધતી જતી મોંઘવારીને કારણે મોટાભાગના લોકો ઘર ખરીદવાનું સપનું જ માત્ર જુએ છે. એવા ઘણાં લોકો છે જેમનું પોતાનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે. જો અનેક પ્રયાસો કરવા છતાં તમે પોતાનું ઘર ખરીદી ન શકી રહ્યા હોવ તો અહિંયા એવા સચોટ અને ચમત્કારી ઉપાય આજે બતાયા છે જેનાથી તમારી આ ઈચ્છા ચોક્કસ પુરી થશે.

જ્યોતિષ મુજબ જો કુંડળીમાં મંગળ અથવા શનિ સંબંધી કોઈ ગ્રહ દોષ હોય તો પોતાના ઘરનું સપનું પૂરું કરવામાં અનેક સમસ્યાઓ આવે છે. જેથી વા દોષને દૂર કરવા અને ઘરથી જોડાયેલી તમામ પરેશાનીઓથી મુક્તિ મેળવવા શાસ્ત્રોમાં ચમત્કારી ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી તમારું ઘરના ઘરનું સપનું સાકાર થઈ જશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહ દોષ હોવાને કારણે પોતાનું ઘર લેવામાં અડચણો આવે છે. જેથી જ્યોતિષીય ટોટકાની મદદથી આ દોષોનો દુષ્પ્રભાવ દૂર કરી શકાય છે. જો કોઈ કારણસર તમે પોતાનું ઘર બનાવી ન શકી રહ્યા હોવ અથવા ખરીદી ન શકી રહ્યા હોવ તો લીમડાની એક નાની લાકડીનું ઘર બનાવી કોઈ ગરીબ બાળકને દાન કરો અથવા કોઈ મંદિરમાં મૂકી આવો.

આવું કરવાથી બહુ જલ્દી તમારું ઘર લેવાનું સપનું પૂરું થશે. ધ્યાન રાખજો કે આ સાથે તમે પોતાના પ્રયાસો પણ પ્રમાણિકતાથી કરવા.

એક અન્ય ઉપાય મુજબ કોઈપણ સિદ્ધ મંદિરના પરિસરમાં નાના-નાના પત્થરોથી ઘરની આકૃતિ બનાવવી. ત્યારબાદ તે ઘરમાં ભગવાનની પૂજા કરવી અને ઘરનું ઘર થાય તે માટે પ્રાર્થના કરવી. આ એક પ્રચીન અને ચમત્કારી ઉપાય છે. આ ઉપાયથી ઝડપથી સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ કોઈ સિદ્ધ મંદિરમાં જાઓ તો આ ઉપાય ચોક્કસ કરવો.

એક અન્ય ઉપાય મુજબ જો ઘરમાં ચકલી અથવા ખિસકોલી પોતાનો માળો બનાવી લે તો સમજવું કે તે ઘરમાં સુખ અને શાંતિની સાથે ધનની કમી ક્યારેય નહી સર્જાય. ઘરમાં ચકલીનો માળો બનવો તે શુભ શુકન માનવામાં આવે છે.

જે ઘરમાં ચકલીનો માળો હોય છે તે ઘરમાં બધાં દેવી દેવતાઓની કૃપા રહે છે. ઘરમાં નકારાત્મક ઊર્જા નાશ પામે છે. આવા ઘરમાં રહેનારા લોકોના સપના પૂરા થવાના યોગ બને છે. જે ઘરમાં ચકલીનો માળો હોય છે ત્યાં બધાં દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. ઘરના વાતાવરણમાં નકારાત્મક ઊર્જા સક્રીય થતી નથી. આવા ઘરમાં રહેનારા લોકોના સપના પૂરા થવાના યોગ બને છે.

જે તમે સતત મુશ્કેલીઓમાં ઘેરાયેલા છો અને સખત મહેનત કરવા છતાં સફળ ન થઈ રહ્યા હોવ તો અહિંયા એક અન્ય ઉપાય બતાવવામાં આવ્યો છે. જે કોઈ શુભ મુહુર્તમાં કરવો.

ટોટકા મુજબ તમારા ઘરની પાસે આવેલા કુંવા અથવા કોઈ જળ સ્ત્રોતમાં કાચું દૂધ નાખી ઘર આવી જવું. આ દરમિયાન પાછળ વળીને જોવું નહીં. આ એક સચોટ ટોટકો છે જે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે. ધ્યાન રાખવું કે આ પ્રકારના ઉપાય સંપૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે કરવો. કોઈપણ પ્રકારની શંકા મનમાં રાખવી નહીં. નહિતર ઉપાય નિષ્ફળ થઈ જશે.

જે લોકોને ઘર બનાવવામાં અથવા ખરીદવામાં મોળું થઈ રહ્યું હોય, લોન ન મળી રહી હોય અથવા અન્ય બાધાઓ નળી રહી હોય તો આ ઉપાય રવિવારે શરૂ કરવો જોઈએ.

ઉપાય મુજબ દરરોજ સવારે ગાયને ગોળ ખવડાવું. બધાં જાણે છે કે ગાય માતાની સેવા કરવાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ ઉપાય કરવાથી ઘર સંબંધી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને ઘરનું ઘર લેવાની તમારી ઈચ્છા ઝડપથી પૂર્ણ થશે.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો..

સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s