બાળક હોય ઘર કે પછી દુકાન, નજર લાગી હોય તો કરજો આ કામ…!!

-બાળકો અને ઘર, પરિવાર, બિઝનેસ, દુકાન કે કોઈપણ ધંધાને ખરાબ નજર ઊતારવાના ઉપાયો

-જાણો કઈ રીતે લાગે છે ખરાબ નજર? સત્ય કે વહેમ…!!!

પણે મોટાભાગે સાંભળીએ છીએ કે બાળકોને ખરાબ નજર લાગી ગઈ છે કે નજર લાગવાથી દુકાન બંધ થઈ ગઈ છે. નજર કોઈપણ પણ સુંદર કે સારી વસ્તુને લાગી શકે છે- જેવા- સુંદર બાળકો, દુકાન, ઘરને, યુવતીને. એવી વખતે ખરાબ નજરથી મુક્તિ મેળવવા માટે ટોણા-ટોટકા જ અપનાવવામાં આવે છે.
આપણા સમાજમાં નજર લગાવાની માન્યતા ઘણી જૂની છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈને નજર લાગે છે તો તે અસહજ થઈ જાય છે અને જેમ કે કોઈ બાળકને નજર લાગે છે તો તે રોવા લાગે છે, તેનું શરીર તપવા લાગે છે, તે ચિડિયો થઈ જાય છે વગેરે. આપણે ત્યાં જર ઊતારવાની અનેક રીત પ્રચલિત છે. અમે અહીં તમને બતાવી રહ્યા છીએ નજર ઊતારવાના અચૂક ઉપાય. આ ઉપાયોથી કેવીરીતે ખરાબ નજર ઊતરી જાય છે જાણો.

ફટકડીનો ટુકડો
ફટકડીનો ટુકડો

-નજર લગેલ વ્યક્તિને સૂવડાવીને ફટકડીનો ટુકડો માથાથી પગ સુધી સાતવાર ઊતારો. ધ્યાન રાખવું કે માથાથી પગ સુધી લઈને તળિયાને અડકાડીને ફરી માથાથી ફેરવવાનું શરૂ કરવું. આ ફટકડીના ટુકડાને કડાની આગ ઉપર નાખી દો.

–પીળી કોડીમાં છેદ કરી બાળકને પહેરાવવાથી પણ તેને નજર નથી લાગતી.

-જૂના કપડાની સાત ચિંદિયા લઈ માથા ઉપરથી 21 વાર ઊતારીને આગમાં સળગાવવાથી બાળકને લાગેલી નજર સમાપ્ત થઈ જાય છે.

-જો બાળકને નજર લાગી હોય તો અને તે દૂધ ન પી રહ્યું હોય તો થોડું દૂધ એક કટોરીમાં લઈ બાળક ઉપરથી સાતવાર ઊતારીને કાળા કૂતરાને પીવડાવી દો. બાળક દૂધ પીવાનું શરૂ કરી દેશે.

હનુમાન મંદિર
હનુમાન મંદિર

-એક સાફ રૂમાલ ઉપર હનુમાનજીના પગનું સિંદૂર લગાવો અને તેન ઉપયોગ દસ ગ્રામ કાળા તલ, દસ ગ્રામ કાળા અડદ, એક લોખંડની ખીલી, ત્રણ આખા લાલ મરચા લઈ તેની પોટલી બનાવી લો. જે વ્યક્તિને નજર લાગી હોય તેના માથા ઉપર તે પોટલી મૂકી દો. ચોવીસ કલાક પછી તે પોટલી કોઈ નદીમાં વહાવી દો. આ ખૂબ જ અસરકારક ટોટકો છે.

-મંગળવારે હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીને કંધા-બાવડાનું સિંદૂર લાવીને લગાવવાથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થઈ જાય છે.

-રાઈના દણા, મીઠાના સાત ટુકડા અને સાત સાબુત ડાંડિયા સાથેના સૂકા મરચા ડાબા હાથની મુઠ્ટીમાં લઈને નજર લાગેલ વ્યક્તિને લઈને માથાથી પગ સુધી સાત વાત ઊતર્યા કરો અને બળતા ચુલામાં ઝોકી દો. આ ટોટકો ટોક્યા વગર કરો. દે આ કામ મંગળવારે અને શનિવારના દિવસે કરો તો વધુ સારું રહે છે.

એક રોટલી
એક રોટલી

-એક રોટલી બનાવો અને તેને એક તરફ શેકો, બીજી તરફ કાચી છોડી દો. તેના સેકેલા ભાગ ઉપર તેલ લગાવીને નજર લાગેવ વ્યક્તિની ઊપરથી સાત વાર ઊતારીને કોઈ ચાર રસ્તા ઉપર રાખી આવો.

-નારિયળને કાળા કપડાંમાં બાંધી સીવીને ઘરની બહાર લટકાવવામાં આવે તો ઘર ઉપર બુરી નજરનો પ્રભાવ નથી પડતો

-થોડી સાબૂત ફટકડી લઈને નજર લાગેલ દુકાન ઉપરથી 31 વાર ઊતારો. પછી તેને ચાર રસ્તા ઉપર જઈ ઉત્તર દિશામાં ફેંકી દો. ત્યારબાદ પાછળ જોયા વગર પાછા આવી જાઓ. દુકાન ચાલવા લાગશે.

-થોડી રાઈ, મીઠુ, લોટ અને સાત સૂકાટેલ મર્ચા લઈ નજરદોષથી પીડિત વ્યક્તિના માથા ઉપરથી સાતવાર ઊતારી ફેરવીને આગમાં નાખી દો. નજરદોષ હોય તો મરચુ બળવાની ગંધ નહીં આવે.

કાચૂ દૂધ
કાચૂ દૂધ

-ઘરની નજીક વૃક્ષની જડમાં સાંજે થોડુ કાચૂ દૂધ નાંખી દો. પછી ગુલાબની અગરબત્તી સળગાવો. નજરદોષ દૂર થઈ જશે.

-નવા મકાનની ચોખટ ઉપર કાળા દોરાથી પીળી કોળીઓ બાંધવાથી તેની ઉપર ખરાબ નજર નથી લગાતી.

– મોટાની સરખામણીમાં બાળકોને વધુ નજર લાગી જતી હોય છે કારણ કે બાળકોનું શરીર વધુ કોમળ હોય છે. જો કોઈ વ્યેક્તિ બાળકને એકધારું જોયા કરે તો તેમની નજરની ઊર્જા બાળકની ઊર્જાને પ્રભાવિત કરે છે જેના કારણે બાળક બિમાર થઈ જતું હોય છે.

– ખરાબ નજર સામે રક્ષણ માટે જ બાળકોને કાળો ટીલું કરવામાં આવે છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

– વિજ્ઞાન માને છે કે કાળો રંગ ઉષ્માનું શોષક છે. જેથી બાળકોને કાળો દોરો પણ બાંધવામાં આવે છે. જેથી તે કોઈપણ ખરાબ નજરને બાળકમાં પ્રવેશવા દેતું નથી અને પોતે જ શોષી લે છે. આ જ કારણથી બાળકોને નજર લાગતી નથી.

Courtesy: Divya Bhaskar.

બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!

भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!

Advertisements