બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!

તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ મુજબ કેટલાક એવા નાના-નાના ઉપાય છે જેને કરવાથી ઝડપથી વ્યક્તિની કિસ્મત બદલાઈ શકે છે. પરંતુ બહુ ઓછા લોકો આ નાના-નાના ઉપાયો વિશે જાણે છે. જે લોકો જાણે છે તે આ ઉપાય કરતાં નથી અને પોતાની કિસ્મતને જ દોષ આપ્યા કરે છે. જેથી આજે અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેને સાચા મનથી કરવાથી તમારું નસીબ ચમકી ઉઠશે-

દરરોજ આ નાના-નાના ઉપાય કરવાથી તમારી પ્રત્યેક સમસ્યાઓનો અંત આવશે
દરરોજ આ નાના-નાના ઉપાય કરવાથી તમારી પ્રત્યેક સમસ્યાઓનો અંત આવશે

– રોજ સવારે જ્યારે તમે જાગો તો સૌથી પહેલાં બન્ને હાથની હથેળીઓને થોડીકવાર જોઈને ચહેરા પર ત્રણવાર હાથ ફેરવવો. ધર્મગ્રંથો મુજબ હથેળીના આગળના ભાગે મા લક્ષ્મી, મધ્ય ભાગમાં મા સરસ્વતી અને મૂળ ભાગ (મણિ બંધ)માં ભગવાન વિષ્ણુનો સ્થાન હોય છે. જેથી રોજ સવારે ઉઠતાં જ પોતાની હથેળી જોવાથી ભાગ્ય ચમકી જાય છે.

ગાયમાં બધાં જ દેવી-દેવતાઓ નિવાસ કરે છે
ગાયમાં બધાં જ દેવી-દેવતાઓ નિવાસ કરે છે

-ભોજન માટે બનાવેલી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપવી. ધર્મગ્રંથો મુજબ ગાયમાં બધાં જ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધાં દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.

-જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારી કિસ્મત ચમકી જાય તો દરરોજ કીડીઓને ખાંડ મિક્ષ કરેલો લોટ નાખવો.  આવું કરવાથી પાપ કર્મો ધોવાઈ જશે અને પુણ્ય કર્મોમાં વધારો થશે અને તમારા આ જ પુણ્ય કર્મો તમારી મનોકામના પૂર્તિમાં મદદ કરશે.

Shivling
Shiv-ling

-ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓને રોજ ફુલોથી શણગારવા જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફુલ તાજા હોવા જોઈએ. સાચાં મનથી દેવી-દેવતાઓને ફુલ અર્પણ કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકનું ભાગ્ય ચમકી જાય છે.

-ઘરમાં સાફ-સફાઈ રાખવી. દરરોજ સવારે ઝાડૂ-પોતા કરવા. સાંજના સમયે ઘરમાં ઝાડૂ પોતા કરવા નહીં. આવું કરવાથી મા લક્ષ્મી રિસાઈ જાય છે અને સાધકને આર્થિક હાનિનો સામનો કરવો પડે છે.

kamal

-તમારા ઘરની આસપાસ કોઈ એવો તળાવ, સરોવર કે નદી હોય જ્યાં બહુ બધી માછલીઓ હોય ત્યાં રોજ જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી. મા લક્ષ્મીને ખુશ કરવાનો આ સૌથી અચૂક ઉપાય છે. નિયમિતપણે જે આ ઉપાય કરે છે થોડાક જ દિવસમાં તેની કિસ્મત ચમકી જાય છે.

-રોજ જ્યારે પણ ઘરથી નિકળો તે પહેલાં તમારા ઘરના વડીલો અને માતા-પિતના આશીર્વાદ અવશ્ય લેવા. આવું કરવાથી કુંડળીના બધાં ગ્રહદોષ દૂર થઈ જશે અને શુભ ફળ પ્રાપ્ત થશે.

Piplo

 

-બહારથી જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશ કરો તો ક્યારેય ખાલી હાથ ન જવું. ઘરમાં હમેશા કંઈકને કંઈક લઈને જ પ્રવેશ કરવો, પછી ભલે તે કોઈ વૃક્ષનું એક પાન જ હોય.

-દરરોજ સવારે પીપળાના વૃક્ષ પર એક લોટો જળ અર્પણ કરવું. માન્યતા છે કે પીપળમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. રોજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s