બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!

એક એન્ટરપ્રિન્યોર (ઉદ્યોગ સાહસિક) બનવું કયારેય સરળ હોતું નથી. તેના માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક એન્ટરપ્રિન્યોરને સૌથી વધુ જરૂર મોટિવેશનની હોય છે. એવામાં અમે તમને બતાવા જઇ રહ્યા છીએ મોટિવેશન મેળવવા માટેની એક પદ્ધતિ, જેનાથી તમે મોટિવેટ તો થશો જ સાથો સાત એન્જોય પણ કરશો. અમે તમને જણાવી રહ્યા છીએ 5 એવી ફિલ્મ અંગે જેને એ દરેક વ્યક્તિએ જોવી જોઇએ જે ઉદ્યોગ સાહસિક બનવાનું વિચારી રહ્યા હોય. આવો જાણીએ કંઇ છે એ ફિલ્મો…

ધ સોશ્યલ નેટવર્ક (The Social Network)
ધ સોશ્યલ નેટવર્ક (The Social Network)

2010મા જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે જ લોકોની વચ્ચે ઘણી લોકપ્રિય થઇ ગઇ હતી. ફેસબૂકના માર્ક ઝુકરબર્ગની વાર્તા તમામ લોકો જાણતા હતા. બધા લોકો જાણવા માંગતા હતા કે આખરે કેવી રીતે માર્ક એ પોતાની સફર પૂરી કરી.

કેમ જોવા જોવી?

આ ફિલ્મમાં એ બહુ સારી રીતે દેખાડાવમાં આવ્યું છે કે જો કોઇ સ્ટાર્ટ અપ શરૂ કરવું હોય તો શું કરવું જોઇએ. તેમાં ફેસબુકના શરૂઆતની વાર્તા બતાવાઇ છે, જે જોનારને આવું જ કંઇ નવું કરવા માટે મોટિવેટ કરે છે.

 

ગ્લેનગેરી ગ્લેન રોસ (Glengarry Glen Ross)
ગ્લેનગેરી ગ્લેન રોસ (Glengarry Glen Ross)

આ ફિલ્મ ડેવિડ મામેટની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પ્લે પર આધારિત છે. તેમાં શિકાગોના રિઅલ એસ્ટેટના હરિફાઇથી ભરેલા બજારને દેખાડ્યું છે. તેમાં દેખાડ્યું છે કે કેવી રીતે કોઇ બિઝનેસમાં સફળ થવા માટે જુઠ્ઠું અને છેતરપિંડીનો સહારો લે છે.

કેમ જોવા જેવી?

કમનસીબે બિઝનેસ વર્લ્ડ બહુ ખરાબ પણ હોઇ શકે છે. 1992ની આ ફિલ્મમાં એ જોવા મળ્યું કે બિઝનેસ વર્લ્ડ કેટલું ખરાબ હોઇ શકે છે.

 

પાઇરેટ્સ ઓફ સિલિકોન વેલી (Pirates of Silicon Valley)
પાઇરેટ્સ ઓફ સિલિકોન વેલી (Pirates of Silicon Valley)

આ ટીવી માટે બનાવામાં આવેલી એક ફિલ્મ હતી, જે 1999મા રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં દેશમાં ટેકનોલોજીની શરૂઆતના દિવસો અંગે દેખાડ્યું હતું. જેમાં બિલગેટ્સ અને સ્ટીવ જોબ્સના ઉદય અંગે જણાવ્યું છે. આ ફિલ્મ માઇક્રોસોફ્ટ અને એપલના ફાઉન્ડરની જિંદગી સાથે જોડાયેલ ડોક્યુમેન્ટ્રી સ્ટાઇલમાં બનાવામાં આવેલી ફિલ્મ હતી.

કેમ જોવા જેવી?

આ ફિલ્મને જોનાર એક એન્ટરપ્રિન્યોર બનવા માંગતા વ્યક્તિને મોટિવેશન આપશે. તેમાં ઘણી બધી એવી વાતો છે, જે શીખવા જેવી છે.

સિટિજીન કેન (Citizen Kane)
સિટિજીન કેન (Citizen Kane)

ભલે તમે કોઇ એન્ટરપ્રિન્યોર નથી અથવા તો પછી બનવાની પણ કોઇ ઇચ્છા ધરાવતા નથી, પરંતુ ઓરસન વેલ્લેસની 1941મા રિલીઝ થયેલી આ ફિલ્મ જરૂર જોજો, આ ફિલ્મમાં એક ન્યૂઝપેપર ટાયકૂનની જિંદગી અંગે કહ્યું છે.

કેમ જોવા જેવી?

ભલે એક સફળ બિઝનેસ લોન્ચ કરવો દરેક એન્ટરપ્રિન્યોરની જિંદગીનો એક ઉદેશ હોય છે, પરંતુ જિંદગીમાં ફકત આ એક જ ઉદેશ નથી.

Courtesy: Divya Bhaskar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s