પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!

1

દાંપત્યજીવનમાંથી મધુરતા ઓછી થઈ ગઈ હોય કે પ્રેમસંબંધમાં મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાનું દિલ તૂટે તે સ્વાભાવિક છે. જો તમે પણ આવું કંઈક સહન કરી રહ્યા હો તો જ્યોતિષશાસ્ત્રમાં ર્વિણત મંત્ર, યંત્ર વગેરે જેવા વિવિધ ઉપાયો અજમાવી શકો છો

પ્રવર્તમાન સમયની જટિલ સમસ્યાઓ પૈકી દાંપત્યજીવન અને પ્રેમ અંગેની સમસ્યા મુખ્ય છે. આજના સમયમાં યુવક-યુવતીને પ્રેમ થઈ જતો હોય છે અને લગ્ન કરી લેતાં હોય છે, પણ ક્યારેક એવું પણ બને છે કે સાચો પ્રેમ પ્રાપ્ત થતો નથી, સમયાંતરે મુશ્કેલી જોવા મળે છે. અન્ય કોઈ મુશ્કેલી હોય તો આપણે તેને જુદા જુદા ઉપાયો કરી નિવારી શકીએ છીએ, પરંતુ પ્રેમસંબંધોની વાત આવે ત્યારે બધા પાંગળા થઈ જતા હોય છે. આવા સમયે જ્યોતિષશાસ્ત્રની મદદથી મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે.

કઈ રાશિના પ્રેમીથી સંભાળવું?

દાંપત્યજીવનને મધુર બનાવવાના ઉપાયો આપણી જન્મકુંડળી થકી આપણે કરી શકીએ છીએ. સાચો પ્રેમ કઈ રાશિના મિત્રો આપણને આપશે તે આપણી રાશિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. સૌ પ્રથમ કઈ રાશિના મિત્રોને કઈ રાશિ સાથે મુશ્કેલી થાય તે જાણીએ.

મેષ : મેષ રાશિના મિત્રોને કુંભ, મીન, વૃષભ કે તુલા રાશિની વ્યક્તિઓ સાથે મૈત્રી કે લગ્નજીવન અંગે વિચાર કરવો જોઈએ.

વૃષભ : વૃષભ રાશિના મિત્રોને મેષ, વૃશ્ચિક, મિથુન રાશિની વ્યક્તિઓ સાથે મિત્રતા ટાળવી તથા પ્રમેસંબંધમાં આગળ વધતાં વિચારવું જોઈએ.

મિથુન : આ રાશિના જાતક મિત્રોને વૃષભ, કર્ક, વૃશ્ચિક રાશિની વ્યક્તિઓથી સાવચેત રહેવું.

કર્ક : આ રાશિના મિત્રોએ મિથુન, સિંહ, ધન રાશિના મિત્રો સાથે પ્રણયમાં સાવધાની રાખવી.

સિંહ : આ રાશિના મિત્રોએ કર્ક, કન્યા, મકર રાશિના મિત્રો સાથે પ્રેમસંબંધમાં સાવધાની રાખવી.

કન્યા : આ રાશિના જાતકોએ સિંહ, તુલા, કુંભ રાશિના જાતકો સાથે મિત્રતા કે પ્રેમસંબંધમાં સાવધાની રાખવી જોઈએ.

તુલા : આ રાશિના જાતકોએ કન્યા, વૃશ્ચિક, મીન રાશિની વ્યક્તિઓ સાથે મૈત્રી કે લગ્ન અંગે વિચાર કરવો શ્રેષ્ઠ છે. બાકીની રાશિઓથી સાવચેત રહેવું.

વૃશ્ચિક : આ રાશિના જાતકોએ તુલા, ધન, મેષ રાશિના મિત્રો કે પ્રેમીઓથી સાવચેત રહેવું.

ધન : આ રાશિના જાતકો વૃશ્ચિક, મકર, વૃષભ રાશિના મિત્રો સાથે વધુ મિત્રતા કે પ્રેમસંબંધો બાંધી શકે છે. આ સિવાયની રાશિઓથી સંભાળવું.

મકર : આ જાતકોએ ધન, કુંભ, મિથુન રાશિ સાથે લગ્ન કે પ્રેમસંબંધમાં સાવધાનીથી આગળ વધવું.

કુંભ : આ રાશિના જાતકોએ મકર, મીન અને કર્ક રાશિના જાતકોથી સાવધાન રહેવું જોઈએ.

મીન : આ રાશિના જાતકોએ કુંભ, મેષ, સિંહ રાશિના જાતકો સાથેના સંબંધમાં સાવધાની રાખવી.

ઉપર જણાવેલી તમામ રાશિના જાતકો જણાવેલી રાશિના જાતકો સાથે લગ્નસંબંધ કે પ્રેમસંબંધમાં હોય તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે કેટલાંક જ્યોતિષીય પ્રયોગો અજમાવવા જોઈએ. તેનાથી સંબંધોની કડવાશ ચોક્કસ દૂર થશે અને જીવનમાં મીઠાશ આવશે.

મંત્રો દ્વારા પ્રિય પાત્રને પ્રાપ્ત કરવાના ઉપાયો:

જ્યારે બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતી હોય અને તેમના સંબંધમાં કોઈ કારણસર અંતરાયો આવે, સંબંધો તૂટે અથવા લગ્નગ્રંથિથી જોડાઈ શકે તેમ ન હોય તથા દાંપત્યજીવનમાં પતિ-પત્ની વચ્ચે કોઈ પણ કારણસર ખટરાગ પેદા થાય કે સંબંધોમાં મધુરતા ન રહે ત્યારે નીચેના મંત્રોનો સહારો લેવો જોઈએ.

ॐ ઉમા મહેશ્વરાય સર્વ જગન્મોહનાય ।

અં આં ઇં ઈં ઉં ઊં ઋં ઋં ફટ્ સ્વાહા ।।

ઉપરોક્ત મંત્રના દર સોમવારે નિરંતર જાપ કરવાથી આપણે જેને પ્રાપ્ત કરવા માગતા હોઈએ તે વ્યક્તિ પ્રાપ્ત થાય છે.

ॐ નમો ભગવતે કામદેવાય યશ્ય યશ્ય

દૃશ્યો ભવામિ યશ્ય યશ્ય મમ મુખં

પશ્યતિ તં તં મોહયતુ સ્વાહા ।।

આ મંત્રને દાડમના છોડની પાંચ વસ્તુ (ફળ, ફૂલ, મૂળ, પાન, છાલ) એકત્રિત કરી તેને એકરસ કરવી. ઉપરોક્ત મંત્ર ૨૧ વખત બોલી કપાળે તિલક કરવાથી પ્રેમી-પ્રેમિકા કે પતિને વશમાં કરી શકાય છે.

ॐ હ્રીં શ્રીં ક્રીં થરિં ઠઃ ઠઃ અમુક વશં કરોતિ ।।

આ મંત્રને એક હજાર આઠ વખત જાપ કરી સિદ્ધ કરી દેવો. મંત્રમાં અમુક શબ્દના સ્થાને પોતાના પ્રિય પાત્રનું નામ બોલી ૧૧ વખત મંત્રનો જાપ કરશો તો તે વ્યક્તિ પ્રાપ્ત થઈ શકે છે.

ॐ કામમાલિની ઠઃ ઠઃ સ્વાહા ।।

ઉપરોક્ત મંત્રનો દરરોજ ત્રણ માળા જાપ કરવો અને જ્યારે કોઈના પર પ્રભાવ પાડવો હોય ત્યારે ગોરોચન કપાળમાં લગાવતાં લગાવતાં ૧૧ વખત મંત્રજાપ કરવો.

ॐ નમો મહાયાક્ષિણિ મમ પતિ વશ્ય માનય કુરુ કુરુ સ્વાહા ।।

ગુરુવારના દિવસે સિંદૂરને કુળદેવી સમક્ષ મૂકી ઉપરોક્ત મંત્રનો સાત માળા જાપ કરવો. ત્યારબાદ પોતાની પાંથીમાં આ સિંદૂર પૂરવાથી દાંપત્યજીવનમાં મધુરતા વધે છે.

વાસ્તુ અને પ્રેમ:

આપણે જ્યાં વસતા હોઈએ તે સ્થાન આપણું વાસ્તુ બને છે. જ્યારે વાસ્તુદોષ હોય ત્યારે નકારાત્મક ઊર્જા વધુ પ્રમાણમાં પેદા થતી હોય છે અને તે માનવજીવન પર અસર કરે છે, આપણા મન પર અસર કરે છે. દરેક સ્ત્રી લગ્ન બાદ તેના પતિના મકાનને પોતાના ઘરમાં પરિર્વિતત કરે છે. દાંપત્યજીવનમાં કોઈક વાર મનભેદ, મતભેદ, ઝઘડાઓ થવાનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે. જો ઘર બનાવતી કે સજાવતી વખતે તથા ત્યારબાદ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને દોષ દૂર કરવામાં આવે તો દાંપત્યજીવનની ગાડી ખુશીઓના પાટા પર દોડવા લાગે છે.

 •  ઘરનો મુખ્ય દરવાજો બે ભાગમાં હોવો જોઈએ. મુખ્ય દરવાજાને ખોલતાં કે બંધ કરતાં અવાજ ન આવવો જોઈએ. જો અવાજ આવતો હોય તો કંકાસનું કારણ મુખ્ય દ્વાર છે તેમ સમજવું. માટે દરવાજાનો અવાજ કોઈ પણ રીતે બંધ કરવો જોઈએ.
 •  વારંવાર ઝઘડા થતા હોય તો સમજવું કે પૂજાસ્થાનમાં ક્યાંક ગરબડ છે.
 •  પૂજાસ્થાન એ ઉત્તર દિશા, ઇશાન ખૂણો કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે આપણું મુખ ઉત્તર, ઇશાન કે પૂર્વ તરફ હોવું જોઈએ.
 •  બે શિવલિંગ, ત્રણ ગણપતિ, કોઈ પણ ત્રણ દેવીની ર્મૂિત, ત્રણ શંખ, મત્સ્યાદિ દશ અવતારોની તસવીર, બે શાલિગ્રામ એક જ પૂજાસ્થાનમાં કે મંદિરમાં રાખવા કે પૂજવા જોઈએ નહીં. તેનાથી પણ દાંપત્યસુખ હણાય છે.
 •  પતિ અને પત્નીએ સૂવા માટે નઋત્ય ખૂણાનો રૂમ પસંદ કરવો જોઈએ.
 •  અગ્નિ ખૂણામાં રહેલો શયનકક્ષ એ પતિ-પત્ની વચ્ચેના અંતરનું કારણ બની શકે છે.
 •  શયનખંડમાં પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ પોતાનું મુખ રહે તે રીતે સૂઈ જવું.
 •  શયનખંડની કોઈ પણ એક દીવાલ આછી લાલ રંગની રાખવી.
 •  પતિ-પત્ની વચ્ચે મધુરતા પ્રસ્થાપિત કરવા માટે કેટલાક સામાન્ય વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે,તિજોરી દાદર નીચે ન મૂકવી. સાવરણી ઉત્તર કે પૂર્વ બાજુ ન રાખતાં દક્ષિણ કે પશ્ચિમ બાજુ મૂકવી. સારવણી ઊભી ક્યારેય ન મૂકવી.
 •  ઘરનાં બારણાં સામે ઉપર ગણપતિની તકતી મૂકવાથી દાંપત્યસુખમાં વધારો થાય છે.
 •  ડાઇનિંગ ટેબલ ગોળ ન રાખવું અને ઘરના બધા લોકોએ સાથે ભોજન કરવું.
 •  સુખી લગ્નજીવન માટે ગણેશ યંત્ર, વિશા યંત્ર, વાસ્તુદોષ નિવારણ યંત્ર પૂજાસ્થાને મૂકવું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s