તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!

Image

 • મનુષ્યના દાંત લગભગ પથ્થર જેટલા જ મજબૂત હોઈ છે.
 • મનુષ્ય એક દિવસમાં આશરે ૪૮૦૦ શબ્દો બોલે છે
 • કોઈ સ્પષ્ટ રાત્રે મનુષ્ય પોતાની આંખોથી ૨ થી ૩ હજાર તારાઓ જોઇ શકે છે
 • તમે એક સમયે એક જ નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો.
 • કેટલીક સ્ત્રીઓને ખરેખર વધુ રંગોમાં જુઓ છો.
 • તમે ઉલટી કરતા પહેલા વધારે લાળ પાડો છો
 • તમારું બીજુ મગજ આંતરડામાં હોય છે.
 • એક મરઘાની રેકોર્ડ ઉડાન 13 સેકન્ડની નોંધાઈ છે.
 • ઊંટના પોપચા તેને ગરમ હવામાં રક્ષણ આપે છે.
 • મગફળી(peanut) કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી.
 • આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી.
 • મનુષ્યના પગમાં 52 હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે.
 • માણસ જીવન દરમિયાન આશરે એક હાથીના વજન જેટલું ખાય છે.
 • બામ્બુ ૨૪ કલાકમાં ૩ ફૂટ વધી શકે છે.
 • સામાન્ય રીતે માણસને માથામાં લગભગ 100,000 વાળ હોય છે.
 • The Succubus & Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવ
 • એક વ્યક્તિ તેના આખા જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે.
 • અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું વાક્ય છે – “આઈ એમ.” (હું છું)
 • માણસ તેણે જોયેલાં સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે.
 • વિશ્વવિખ્યાત સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં.
 • સોનાના વરખવાળી ચોકલેટ આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા આપતો હતો.
 • તુલિપ એ સૌથી ઝડપથી વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે.
 • મેડમ એલઆર નામની આ કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે.
 • બુર્જ ખલીફાને બુર્જ દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે.
 • ઑસ્ટ્રેલિયામાં મળી આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે.
 • જાપાનનું મોટામાં મોટું બંદર ઓસાકા છે.
 • સેકન્ડના સોમાં ભાગને જિફી તરીકે ઓળખવામાં આવે છે…
 • મોનાલીસાને એક જ આઈ બ્રો હતી.
 • ૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
 • કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે.
 • સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
 • કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા.
 • મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી.
 • ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
 • ૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.
 • વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
 • દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.
 • ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
 • પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
 • મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
 • સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે.
 • ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
 • ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી.
 • થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી.
 • સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી.
 • બતકના અવાજનો પડઘો નથી પડતો.
 • વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
 • પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.
 • વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે.
 • મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે.
 • ‘ટોમ સોયર’ નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
 • વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે.
 • દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે.
 • રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.
 • ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
 • ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
 • એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.
 • ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
 • એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
 • પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. Courtesy:Sandesh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s